કરીના કપૂરે કહ્યું કે સફળતા માટે ટૅલન્ટ, સતત મહેનત અને પ્રેક્ષકો તરફથી મળતો સતત પ્રેમ પણ અત્યંત મહત્ત્વ ધરાવે છે
કરીના કપૂર ખાન
કપૂર-પરિવારની દીકરી કરીના કપૂર ખાન પોતાની ઍક્ટિંગ-ટૅલન્ટને કારણે જાણીતી છે. હાલમાં જ્યારે નેપોટિઝમનો મુદ્દો ચર્ચાસ્પદ બન્યો છે ત્યારે કરીનાએ એક ઇન્ટરવ્યુમાં આ મામલે પોતાના વિચાર વ્યક્ત કરતાં કહ્યું હતું કે નેપોટિઝમ કામ અપાવી શકે છે, પણ કરીઅર નથી બનાવી શકતું.
કરીનાએ આ ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે ‘હું ભાગ્યશાળી છું કે મારો જન્મ કપૂર-પરિવારમાં થયો છે. મારું બૅકગ્રાઉન્ડ ફિલ્મો હોવાથી મને કેટલાક લાભ મળ્યા અને ઍક્ટિંગના ફીલ્ડમાં મારા માટે કેટલાક દરવાજા ખૂલ્યા. જોકે ઇન્ડસ્ટ્રીમાં સફળતા માટે ટૅલન્ટ, સતત મહેનત અને પ્રેક્ષકો તરફથી મળતો સતત પ્રેમ પણ અત્યંત મહત્ત્વ ધરાવે છે. આ મળે ત્યારે જ કોઈ વ્યક્તિ ઇન્ડસ્ટ્રીમાં ટકી શકે છે. નેપોટિઝમ તમને ડેબ્યુ અપાવી શકે, પરંતુ કરીઅર ન બનાવી શકે. એ તો ટૅલન્ટ પરથી જ બને છે. જ્યારે પ્રેક્ષકો તમને સ્વીકારે છે ત્યારે જ તમારું નસીબ નક્કી થાય છે. તમારી સરનેમ શું છે એનાથી કોઈ ફરક નથી પડતો.’


