Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > કફ્તાન સાથે પાઘડી, નવાબી અંદાજમાં છવાઈ ગઈ કરીના કપૂર

કફ્તાન સાથે પાઘડી, નવાબી અંદાજમાં છવાઈ ગઈ કરીના કપૂર

Published : 10 November, 2026 06:51 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

દિવાળી પર બૉલીવુડના કલાકારોના આગવા ફૅશન-અંદાજ જોવા મળ્યા હતા. કરીના કપૂરે પણ દિવાળીના પોતાના લુકની તસવીરો સોશ્યલ મીડિયા પર શૅર કરી છે અને પોતાના અનોખા અંદાજથી સૌનું ધ્યાન ખેંચ્યું છે.

કરીના કપૂર

કરીના કપૂર


દિવાળી પર બૉલીવુડના કલાકારોના આગવા ફૅશન-અંદાજ જોવા મળ્યા હતા. કરીના કપૂરે પણ દિવાળીના પોતાના લુકની તસવીરો સોશ્યલ મીડિયા પર શૅર કરી છે અને પોતાના અનોખા અંદાજથી સૌનું ધ્યાન ખેંચ્યું છે. કરીના રવિવારે રાત્રે યોજાયેલી કપૂર પરિવારની દિવાળી પાર્ટીમાં સામેલ થઈ હતી જ્યાં આખો પરિવાર એકસાથે જોવા મળ્યો હતો. આ પાર્ટી માટે કરીનાએ પરંપરાગત આઉટફિટ પહેરવાને બદલે કફ્તાન પહેરવાનું પસંદ કર્યું હતું અને પાઘડી પહેરીને પોતાનો લુક કમ્પલીટ કર્યો હતો. કરીનાની આ પાઘડીમાં રહેલી કલગીએ બધાનું ધ્યાન ખેંચ્યું હતું. 
પટૌડી પરિવાર માટે આ કલગીનું ખાસ મહત્ત્વ છે અને એનો સીધો સંબંધ સૈફ અલી ખાનના પરિવારના વારસા સાથે છે. સૈફે પોતાના લગ્નના દિવસે પણ આ જ કલગી પહેરી હતી. કરીનાએ પોતાના લુક સાથે ગોલ્ડ ચોકર અને નીલમણિ જડેલો પેન્ડન્ટવાળો નેકલેસ પહેર્યો હતો. 
કપૂર પરિવાર દરેક તહેવાર સાથે મળીને ઊજવે છે અને ધામધૂમથી ઉજવણી કરે છે. આ વખતે પણ આવું જ જોવા મળ્યું હતું. આલિયા ભટ્ટની મમ્મી સોની રાઝદાને પણ આ સેલિબ્રેશનમાં ભાગ લીધો હતો અને એની કેટલીક તસવીરો સોશ્યલ મીડિયા પર શૅર કરી હતી.

કરીનાએ પહેરેલી ૨૦૦ વર્ષ જૂની કલગીનો શાહી પરિવાર સાથેનો સંબંધ



કરીનાનો લુક ડિઝાઇન કરનાર રિયા કપૂરે શૅર કરેલી માહિતી પ્રમાણે આ કલગી કોઈ સામાન્ય જૂનું ઘરેણું નથી. અંદાજે ૨૦૦ વર્ષ જૂની હીરાની આ કલગીનો સંબંધ ભોપાલના ભૂતપૂર્વ શાસક પરિવાર સાથે છે. ભોપાલના છેલ્લા શાસક નવાબ હમીદુલ્લા ખાને એક સમયે આ કલગી પહેરી હતી. ત્યાર બાદ એ પરિવારના વારસાગત ઘરેણા તરીકે સાચવવામાં આવી હતી.
આ કલગીની ડિઝાઇન પણ ઐતિહાસિક મહત્ત્વ ધરાવે છે. એમાં ત્રણ પીંછાની આકૃતિ છે જે પ્રિન્સ ઑફ વેલ્સ સાથે જોડાયેલું એક વિશિષ્ટ રાજચિહ્‍ન છે. કલગીમાં હીરાનું બારીક કામ કરવામાં આવ્યું છે અને એની રચનાને મજબૂત રાખવા માટે મોતીની હારમાળા પણ લગાવવામાં આવી છે. આ વારસાગત કલગી હમીદુલ્લા ખાનની દીકરી બેગમ સાજિદા સુલતાનને મળી હતી. તેમનાં લગ્ન નવાબ ઇફ્તિખાર અલી ખાન પટૌડી સાથે થયાં હતાં અને તેઓ સૈફ અલી ખાનનાં દાદી હતાં. પેઢી દર પેઢી આ કલગી પરિવાર પાસે જ રહી અને આખરે સૈફ સુધી પહોંચી છે.


Whatsapp-channel Whatsapp-channel

10 November, 2026 06:51 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK