આ સ્ટાર્સને ચમકાવતી અનુરાગ બાસુની ફિલ્મના શૂટિંગની તસવીરો વાઇરલ થઈ છે
કાર્તિક આર્યન અને શ્રીલીલા
ફિલ્મમેકર અનુરાગ બાસુની આગામી ફિલ્મમાં કાર્તિક આર્યન અને શ્રીલીલાની જોડી ચમકી રહી છે. હાલમાં આ સ્ટાર્સ સિલિગુડીમાં આ ફિલ્મનું શૂટિંગ કરી રહ્યાં છે અને આ ફિલ્મના સેટ પરની કેટલીક તસવીરો લીક થઈને વાઇરલ બની છે. આ તસવીરોમાં તેમની જબરદસ્ત રોમૅન્ટિક કેમિસ્ટ્રી જોવા મળી છે.
આ તસવીરોમાં કાર્તિક લાંબા વાળા અને દાઢીવાળા લુકમાં જોવા મળે છે. એક તસવીરમાં કાર્તિક બાઇક ચલાવી રહ્યો છે અને શ્રીલીલા તેની પાછળ બેઠી છે. અન્ય તસવીરમાં કાર્તિક હાથ પર ઘા સાથે જોવા મળે છે. આ ફિલ્મનું ટાઇટલ હજી જાહેર નથી થયું, પણ રિપોર્ટ પ્રમાણે આ ફિલ્મ રોમૅન્ટિક મ્યુઝિકલ ફિલ્મ છે.

