આ રોલ માટે કાર્તિક આર્યનને સાઇન કરવામાં આવશે એવી ચર્ચા
રણવીર સિંહ, કાર્તિક આર્યન
બે વર્ષ પહેલાં મુકેશ ખન્નાએ ‘શક્તિમાન’ ફિલ્મની જાહેરાત કરી હતી. આ ફિલ્મ સોની પિક્ચર્સ પ્રોડ્યુસ કરી રહ્યું હતું અને એ સમયે સમાચાર આવ્યા હતા કે ફિલ્મમાં રણવીર સિંહને ‘શક્તિમાન’ તરીકે કાસ્ટ કરવામાં આવશે. જોકે એ પછી મુકેશે રણવીર વિશે ઘણાં નિવેદન આપ્યાં અને કહ્યું કે રણવીર શક્તિમાનની ભૂમિકા નિભાવવાને લાયક નથી. હવે એવું કહેવાય છે કે રણવીરની જગ્યાએ કાર્તિક આર્યનને ‘શક્તિમાન’ની ભૂમિકા માટે કાસ્ટ કરવામાં આવી શકે છે.
હાલમાં ચર્ચા છે કે કાર્તિક આર્યનનો ‘શક્તિમાન’ની ભૂમિકા માટે સંપર્ક કરવામાં આવ્યો છે, પરંતુ કાર્તિક હાલમાં તેના અન્ય પ્રોજેક્ટ્સમાં વ્યસ્ત છે એથી તે હજી ‘શક્તિમાન’ની ઑફર વિશે વિચારી રહ્યો છે. તેણે હજી સુધી કંઈ નક્કી કર્યું નથી. જોકે આ મામલે કોઈ પ્રકારની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.
ADVERTISEMENT
હકીકતમાં કાર્તિક આજની પેઢીનાં બાળકોમાં લોકપ્રિય છે. તેની ગયા વર્ષની ફિલ્મ ‘ભૂલભુલૈયા 3’ પણ થિયેટર્સમાં ખૂબ ચાલી હતી એને કારણે જ નિર્માતાઓએ આ ભૂમિકા માટે કાર્તિકનો સંપર્ક કર્યો છે. જોકે કાર્તિકના કેટલાક ફૅન્સ એવું માને છે કે આવી ફિલ્મ કરવાથી તેની કરીઅર પર નકારાત્મક અસર પડશે.

