મુંબઈ પોલીસના કન્ટ્રોલ રૂમને રવિવારની મધરાત બાદ ફોન આવ્યો હતો. ફોન કરનારે કહ્યું હતું કે તે પવઈના સાકી વિહાર રોડ પરથી બોલી રહ્યો
પ્રતીકાત્મક તસવીર
ભારત–પાકિસ્તાન વચ્ચે ચાર દિવસ જે યુદ્ધ થયું એમાં પાકિસ્તાને ભારત પર સેંકડો ડ્રોન દાગ્યાં હતાં. ભારતે એ ડ્રોનના હુમલા ખાળી પાડ્યા હતા. જોકે આવી તનાવભરી પરિસ્થિતિમાં મુંબઈના પવઈમાં ડ્રોન દેખાતાં લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો અને તરત જ આ બાબતે પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે તપાસ કરીને હૈદરાબાદના યુવાનને ઝડપી લીધો હતો.
મુંબઈ પોલીસના કન્ટ્રોલ રૂમને રવિવારની મધરાત બાદ ફોન આવ્યો હતો. ફોન કરનારે કહ્યું હતું કે તે પવઈના સાકી વિહાર રોડ પરથી બોલી રહ્યો છે અને તેણે એ વિસ્તારમાં એક ડ્રોન તૂટી પડતાં જોયું હતું. પોલીસ કન્ટ્રોલે આ બાબતે તરત જ પવઈ પોલીસને જાણ કરતાં પવઈ પોલીસની ટીમ ઘટનાસ્થળે ધસી ગઈ હતી.
ADVERTISEMENT
પોલીસે એ ડ્રોન ઉડાડનાર મૂળ હૈદારાબાદના અને અહીં રહેતા ૨૩ વર્ષના અંકિત ઠાકુરને ઝડપી લીધો હતો. તેની પાસે ડ્રોન ઉડાડવાનું લાઇસન્સ નહોતું. તેણે પોલીસને કહ્યું હતું કે તેણે એક વર્ષ પહેલાં ડ્રોન ખરીદ્યું હતું જે બગડી ગયું હતું. એ પછી તેણે એ રિપેર કર્યું હતું. ત્યાર બાદ એ તેનું ટેસ્ટિંગ કરી રહ્યો હતો. જોકે એ વખતે ડ્રોન બહુ જ ઊંચે ચાલ્યું જતાં લોકોની નજરે ચડી ગયું હતું. એથી તેમણે પોલીસને જાણ કરી. મુંબઈમાં ડ્રોન ઉડાડવાની બંધી હોવાથી તેની સામે એ બદલ ગુનો નોંધવામાં આવ્યો હતો.

