શૂટિંગ માટે સિક્કિમની પસંદગી કરવા બદલ સદ્ભાવની લાગણી વ્યક્ત કરવા માટે મુખ્ય પ્રધાન દ્વારા ટીમને પરંપરાગત વસ્તુઓની ગિફ્ટ આપવામાં આવી
સિક્કિમના CMનાં મહેમાન બન્યાં કાર્તિક આર્યન -શ્રીલીલા
હાલમાં કાર્તિક આર્યન, શ્રીલીલા તેમજ ફિલ્મમેકર અનુરાગ બાસુ છેલ્લા કેટલાક દિવસોથી તેમની આગામી ફિલ્મનું શૂટિંગ સિક્કિમમાં કરી રહ્યાં છે. હાલમાં તેમણે સિક્કિમના મુખ્ય પ્રધાન પ્રેમ સિંહ તમંગની તેમના સત્તાવાર નિવાસસ્થાને મુલાકાત લીધી હતી. આ મુલાકાત પછી CM-ઑફિસ દ્વારા સત્તાવાર નિવેદન જાહેર કરીને ટીમને શુભેચ્છા આપવામાં આવી હતી. આ મુલાકાત વખતે શૂટિંગ માટે સિક્કિમની પસંદગી કરવા બદલ સદ્ભાવની લાગણી વ્યક્ત કરવા માટે મુખ્ય પ્રધાન દ્વારા ટીમને પરંપરાગત વસ્તુઓની ગિફ્ટ આપવામાં આવી હતી. મુલાકાત વખતે મુખ્ય પ્રધાને ખાતરી આપી હતી કે તેઓ સિક્કિમમાં ફિલ્મનું શૂટિંગ સરળતાથી કરી શકશે.
આ મુલાકાતમાં કાર્તિકે ફૅન્સ તરફથી મળી રહેલા પ્રેમ અને આઉટડોર શૂટિંગમાં મળી રહેલા સપોર્ટનાં વખાણ કર્યાં હતાં. આ સિવાય કાર્તિકે સિક્કિમ પોલીસની સિક્યૉરિટી-વ્યવસ્થા પણ વખાણી હતી. ફિલ્મની ઍક્ટ્રેસ શ્રીલીલાએ સિક્કિમનાં કુદરતી સૌંદર્ય, સંસ્કૃતિ અને ટ્રેડિશનનાં વખાણ કર્યાં હતાં.

