કૉન્ગ્રેસના વરિષ્ઠ નેતા વિજય વડેટ્ટીવારે વિધાનસભામાં આ મુદ્દો ઉઠાવ્યો
સાજિદ ખાન પઠાન
કૉન્ગ્રેસના વિધાનસભ્ય સાજિદ ખાન પઠાનને બિશ્નોઈ ગૅન્ગના સહયોગી તરફથી જાનથી મારી નાખવાની ધમકી અને ૧૦ કરોડ રૂપિયાની ખંડણીની માગણી મળી છે એમ વરિષ્ઠ નેતા વિજય વડેટ્ટીવારે મંગળવારે મહારાષ્ટ્ર વિધાનસભામાં જણાવ્યું હતું. તેમણે સાજિદ ખાન પઠાનને તાત્કાલિક સુરક્ષા કવચ પૂરું પાડવાની માગણી કરી હતી, જેના કારણે સ્પીકરે સરકારને આ મામલાને તાકીદે ઉકેલવા અને વિધાનસભ્યની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે યોગ્ય પગલાં લેવા જણાવ્યું હતું.
વિજડ વડેટ્ટીવારે જણાવ્યું હતું કે અકોલા પશ્ચિમ મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કરતા સાજિદ ખાન પઠાનને ૧૭ ફેબ્રુઆરીના બપોરે ૩.૩૦ વાગ્યે એક ઇન્ટરનૅશનલ ફોન આવ્યો હતો જેમાં ફોન કરનારે પોતાને શુભમ લોણકર તરીકે ઓળખાવી અને બિશ્નોઈ ગૅન્ગ સાથે જોડાયેલો હોવાનું કહી તેની પાસે ૧૦ કરોડ રૂપિયાની માગણી કરી હતી. જો પૈસા ચૂકવવામાં ન આવે તો તેને મારી નાખવાની ધમકી આપી હતી. ફોન કરનારે ચેતવણી પણ આપી હતી કે પોલીસને જાણ કરવાથી ફક્ત કામચલાઉ રક્ષણ મળશે અને ગૅન્ગ પછી પણ તેને નિશાન બનાવશે.
ADVERTISEMENT
વિજય વડેટ્ટીવારે કહ્યું હતું કે ‘જો ચૂંટાયેલા પ્રતિનિધિઓ સુરક્ષિત નથી તો સામાન્ય નાગરિકોનું શું? આ ગૅન્ગનો ગોળીબારની ઘટનાઓનો ઇતિહાસ છે. પઠાનનો કોઈ પણ ગુનાહિત પ્રવૃત્તિ સાથે કોઈ સંબંધ નથી.’
