Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > બૉલ-ટૅમ્પરિંગ કાંડનાં ૮ વર્ષ બાદ ઑસ્ટ્રેલિયન ટીમ પહેલી વાર સાઉથ આફ્રિકામાં ટેસ્ટ સિરીઝ રમશે

બૉલ-ટૅમ્પરિંગ કાંડનાં ૮ વર્ષ બાદ ઑસ્ટ્રેલિયન ટીમ પહેલી વાર સાઉથ આફ્રિકામાં ટેસ્ટ સિરીઝ રમશે

Published : 25 February, 2026 11:59 AM | IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ વિવાદ બાદ ઑસ્ટ્રેલિયન ટીમ સાઉથ આફ્રિકામાં બે-બે T20 અને વન-ડે સિરીઝ પણ રમ્યું હતું. બન્ને વચ્ચે ૨૦૧૮ બાદ એકમાત્ર ટેસ્ટ-સિરીઝ જાન્યુઆરી ૨૦૨૩માં ઑસ્ટ્રેલિયામાં રમાઈ હતી. 

ઑસ્ટ્રેલિયન ટીમ પહેલી વાર સાઉથ આફ્રિકામાં ટેસ્ટ સિરીઝ રમશે

ઑસ્ટ્રેલિયન ટીમ પહેલી વાર સાઉથ આફ્રિકામાં ટેસ્ટ સિરીઝ રમશે


સાઉથ આફ્રિકા ક્રિકેટ બોર્ડે ગઈ કાલે પોતાની આગામી સિરીઝની મહત્ત્વપૂર્ણ જાહેરાત કરી હતી. આ લિસ્ટમાં તેમની ઑસ્ટ્રેલિયા સામેની સિરીઝની સૌથી વધુ ચર્ચા થઈ રહી છે. ૨૦૧૮ના બૉલ-ટૅમ્પરિંગ કાંડનાં ૮ વર્ષ બાદ ઑસ્ટ્રેલિયન ટીમ પહેલી વખત સાઉથ આફ્રિકામાં ટેસ્ટ-સિરીઝ રમવા જશે. આગામી સપ્ટેમ્બર અને ઑક્ટોબર મહિનામાં કાંગારૂઓ સાઉથ આફ્રિકામાં ૩-૩ મૅચની વન-ડે અને ટેસ્ટ-સિરીઝ રમવા જશે. ૨૦૧૮માં કેપટાઉન ટેસ્ટ-મૅચમાં સાઉથ આફ્રિકા સામે રિવર્સ સ્વિંગ મેળવવા માટે ઑસ્ટ્રેલિયાના કૅપ્ટન સ્ટીવ સ્મિથ, વાઇસ-કૅપ્ટન ડેવિડ વૉર્નર અને કૅમરન બૅનક્રૉફ્ટ બૉલ પર સૅન્ડ-પેપરનો ઉપયોગ કરતા પકડાયા હતા. બૉલ-ટૅમ્પરિંગ કાંડને કારણે ત્રણેય પ્લેયર્સે સજા સાથે બદનામીનો સામનો કરવો પડ્યો હતો. આ વિવાદ બાદ ઑસ્ટ્રેલિયન ટીમ સાઉથ આફ્રિકામાં બે-બે T20 અને વન-ડે સિરીઝ પણ રમ્યું હતું. બન્ને વચ્ચે ૨૦૧૮ બાદ એકમાત્ર ટેસ્ટ-સિરીઝ જાન્યુઆરી ૨૦૨૩માં ઑસ્ટ્રેલિયામાં રમાઈ હતી.


Whatsapp-channel Whatsapp-channel

25 February, 2026 11:59 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK