Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ક્રિતી સૅનને એક તસવીર પોસ્ટ કરીને બ્રેકઅપની ચર્ચા પર મૂકી દીધું પૂર્ણવિરામ

ક્રિતી સૅનને એક તસવીર પોસ્ટ કરીને બ્રેકઅપની ચર્ચા પર મૂકી દીધું પૂર્ણવિરામ

Published : 02 July, 2026 12:52 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ક્રિતી સૅનન લાંબા સમયથી ઉદ્યોગપતિ કબીર બહિયા સાથેની રિલેશનશિપને કારણે ચર્ચામાં છે.

મંગળવારે ક્રિતીએ છેલ્લા ૬ મહિનાની કેટલીક તસવીરો શૅર કરી હતી જેમાં એક તસવીરમાં ક્રિતી અને કબીર હાથમાં હાથ નાખીને એક લાઇવ પર્ફોર્મન્સ જોઈ રહ્યાં છે

મંગળવારે ક્રિતીએ છેલ્લા ૬ મહિનાની કેટલીક તસવીરો શૅર કરી હતી જેમાં એક તસવીરમાં ક્રિતી અને કબીર હાથમાં હાથ નાખીને એક લાઇવ પર્ફોર્મન્સ જોઈ રહ્યાં છે


ક્રિતી સૅનન લાંબા સમયથી ઉદ્યોગપતિ કબીર બહિયા સાથેની રિલેશનશિપને કારણે ચર્ચામાં છે. હાલમાં કબીરની એક અજાણી યુવતી સાથેની તસવીર સોશ્યલ મીડિયા પર ચર્ચામાં આવતાં ક્રિતી અને કબીરના બ્રેકઅપની અટકળોએ જોર પકડ્યું હતું. જોકે ક્રિતીએ હવે કબીર સાથેની તેની નિકટતાના પુરાવા જેવી તસવીર શૅર કરીને આ તમામ અફવાઓ પર પૂર્ણવિરામ મૂકી દીધું. 

મંગળવારે ક્રિતીએ છેલ્લા ૬ મહિનાની કેટલીક તસવીરો શૅર કરી હતી જેમાં એક તસવીરમાં ક્રિતી અને કબીર હાથમાં હાથ નાખીને એક લાઇવ પર્ફોર્મન્સ જોઈ રહ્યાં છે. આમ ક્રિતીની નવી પોસ્ટે તેના અને કબીરના બ્રેકઅપની તમામ અટકળોને ખોટી સાબિત કરી દીધી છે. હાલમાં કબીર સાથેના પોતાના સંબંધોની સ્પષ્ટતા કરતાં ક્રિતીએ કહ્યું હતું કે ‘હું લગ્ન ન કરું ત્યાં સુધી મારા અંગત જીવન વિશે વાત કરવા ઇચ્છતી નથી. જે દિવસે મારાં લગ્ન થશે તે દિવસે હું આ વિશે વાત કરીશ. કેટલીક બાબતો માત્ર મારી, મારા નજીકના લોકો અને અમારા વચ્ચે જ રહેવા માટે હોય છે. હું મારી નજીકના લોકોને બધું જ કહું છું.’



કબીરની હાલમાં અન્ય યુવતી સાથે વાઇરલ થયેલી તસવીર વિશે તેની નજીકની એક વ્યક્તિએ કહ્યું હતું કે ‘કબીર જે યુવતી સાથે જોવા મળ્યો હતો તે તેની પારિવારિક મિત્ર છે અને તે તેને પોતાની બહેન સમાન માને છે. લોકો કેટલી ઝડપથી કોઈ પણ અંદાજ પર પહોંચી જાય છે અને ખોટી વાતો ફેલાવે છે એ દુર્ભાગ્યપૂર્ણ છે.’


Whatsapp-channel Whatsapp-channel

02 July, 2026 12:52 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK