Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > સંસ્કૃતિ અને પરંપરાઓ દિલમાં હોય છે, કોઈની નેકલાઇનમાં નહીં

સંસ્કૃતિ અને પરંપરાઓ દિલમાં હોય છે, કોઈની નેકલાઇનમાં નહીં

Published : 26 August, 2026 12:02 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ક્રિતી સૅનને રક્ષાબંધનની જાહેરાતમાં તેના વધારે પડતા બોલ્ડ આઉટફિટની થઈ રહેલી ટીકાનો વળતો જવાબ આપ્યો

કૃતિ સેનન

કૃતિ સેનન


ક્રિતી સૅનન પોતાની ફિલ્મોની સાથે-સાથે પોતાના બેફિકર અંદાજ માટે પણ જાણીતી છે. તાજેતરમાં ક્રિતીએ રક્ષાબંધનના અવસરે એક કમર્શિયલ ઍડ શૂટ કરી હતી, જેમાં તેણે પહેરેલાં વધારે પડતાં ખુલ્લાં કપડાંના મામલે તેમ જ તેણે પેટ ડૉગને રાખડી બાંધી હોવાના મામલે ટ્રોલ કરવામાં આવી હતી. કેટલાક લોકોએ ભારતીય સંસ્કૃતિ અને પરંપરાનો હવાલો આપીને તેનાં કપડાં પર સવાલ ઉઠાવ્યા હતા. હવે ક્રિતીએ ટ્રોલર્સને જવાબ આપ્યો છે.
ક્રિતીએ સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરીને લખ્યું હતું કે ‘તહેવારોનો સાચો અર્થ તમે જે કપડાં પહેરો છો એમાં નથી, પણ પરંપરા માટે તમે દિલમાં જે લાગણીઓ રાખો છો એમાં છે. રક્ષાબંધન સુરક્ષાનું અતૂટ બંધન છે. મારી બહેન અને હું એકબીજાને રાખડી બાંધીએ છીએ. અમે જાણીએ છીએ કે એકબીજાની રક્ષા કરવામાં અમે કોઈ ભાઈથી ઓછાં નથી. અમે એકબીજાના સારા સ્વાસ્થ્ય, ખુશીઓ અને લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરીએ છીએ. અમારા માટે આ પ્રાર્થના અને આ વચન અમારા ડૉગ્સ સુધી પણ જાય છે. આખરે તેઓ પણ તો અમારા પરિવારનો હિસ્સો છે. આ ઉપરાંત આપણે મહિલાઓને એ કહેવાનું ક્યારે બંધ કરીશું કે તેમણે શું પહેરવું જોઈએ? સમયની સાથે પારંપરિક ફૅશનમાં ઘણો બદલાવ આવ્યો છે, પણ આજે પણ એક મહિલાના પોતાની સંસ્કૃતિ પ્રત્યેના સન્માનને માત્ર તેનાં કપડાં પરથી જ માપવામાં આવે છે. સંસ્કૃતિ અને પરંપરાઓ દિલમાં હોય છે, કોઈની નેકલાઇનમાં નહીં. ભાઈ-બહેનનો તહેવાર હોય કે કોઈ પણ પર્વ, કોઈ છોકરીનો ડ્રેસ ગળાથી નીચે કેટલો ઉઘાડો છે એના આધારે નહીં પણ પ્રેમ અને વિશ્વાસથી ઊજવવામાં આવે છે.’


Whatsapp-channel Whatsapp-channel

26 August, 2026 12:02 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK