Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > સલમાન ખાને તેના બૉડી-ડબલ પરવેઝ કાઝીની હાર્ટ-સર્જરી દરમ્યાન આપ્યો મજબૂત ટેકો

સલમાન ખાને તેના બૉડી-ડબલ પરવેઝ કાઝીની હાર્ટ-સર્જરી દરમ્યાન આપ્યો મજબૂત ટેકો

Published : 26 August, 2026 12:30 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સલમાન ખાનના લાંબા સમયથી બૉડી-ડબલ તરીકે કામ કરી રહેલા પરવેઝ કાઝીને તાજેતરમાં માઇનર હાર્ટ-સર્જરી કરાવવી પડી હતી. આ મુશ્કેલ સમયમાં સલમાને સારવારના ખર્ચથી લઈને સમગ્ર મેડિકલ વ્યવસ્થા સુધીની વ્યક્તિગત રીતે કાળજી લઈને પરવેઝને મજબૂત ટેકો આપ્યો.

સલમાન ખાન અને તેના બૉડી-ડબલ પરવેઝ કાઝી

સલમાન ખાન અને તેના બૉડી-ડબલ પરવેઝ કાઝી


સલમાન ખાન જરૂરિયાતમંદ લોકોની મદદ કરવા માટે જાણીતો છે. હાલમાં તેણે તેની સાથે લાંબા સમયથી કામ કરતા બૉડી-ડબલ પરવેઝ કાઝીની મદદ કરીને તેને મજબૂત ટેકો આપ્યો છે. પરવેઝને તાજેતરમાં માઇનર હાર્ટ-સર્જરી કરાવવી પડી હતી અને આ મુશ્કેલ સમયમાં સલમાને તેની દરેક રીતે સહાય કરી હતી.
ફિલ્મોમાં જોખમી ઍક્શન સીન કે ઊંચાઈ પરથી કૂદવાનાં દૃશ્યો વખતે બૉડી-ડબલ ઍક્ટર્સ માટે ઢાલ બની જાય છે. પરવેઝ કાઝીએ આવા અનેક સ્ટન્ટ-સીનમાં સલમાનના બૉડી-ડબલ બનીને કામ કર્યું છે. રિપોર્ટ મુજબ પરવેઝ કાઝી છેલ્લા કેટલાક સમયથી બીમાર હતો અને આ મહિનાની શરૂઆતમાં તેણે માઇનર હાર્ટ-સર્જરી કરાવવી પડી હતી. આ સમયે સલમાને માત્ર તેના સારવારના ખર્ચની જ નહીં, સમગ્ર મેડિકલ વ્યવસ્થાની પણ વ્યક્તિગત રીતે કાળજી લીધી હતી.


Whatsapp-channel Whatsapp-channel

26 August, 2026 12:30 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK