Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > મને કંઈ પણ સહેલાઈથી નથી મળ્યું : ક્રિતી સૅનન

મને કંઈ પણ સહેલાઈથી નથી મળ્યું : ક્રિતી સૅનન

Published : 16 May, 2026 11:58 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ક્રિતીએ ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં પોતાના સંઘર્ષ અને સફર વિશે વાત કરતાં કહ્યું હતું કે ‘લાંબા સમય સુધી મારે માત્ર નિરાશાનો સામનો કરવો પડ્યો હતો અને મને મનગમતી ભૂમિકા મળતી નહોતી. જોકે બાદમાં ‘મિમી’ ફિલ્મે મારી જિંદગી બદલી નાખી.

મને કંઈ પણ સહેલાઈથી નથી મળ્યું : ક્રિતી સૅનન

મને કંઈ પણ સહેલાઈથી નથી મળ્યું : ક્રિતી સૅનન


ક્રિતીએ ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં પોતાના સંઘર્ષ અને સફર વિશે વાત કરતાં કહ્યું હતું કે ‘લાંબા સમય સુધી મારે માત્ર નિરાશાનો સામનો કરવો પડ્યો હતો અને મને મનગમતી ભૂમિકા મળતી નહોતી. જોકે બાદમાં ‘મિમી’ ફિલ્મે મારી જિંદગી બદલી નાખી. કેટલીક ભૂમિકાઓ એવી હતી જેમાં હું ખૂબ નજીક સુધી પહોંચી ગઈ હતી, પરંતુ અંતે એ સ્ટારકિડ્સને મળી ગઈ. આ બાબત મારા હાથમાં નહોતી. જ્યારે તમે ફિલ્મી બૅકગ્રાઉન્ડમાંથી આવતા નથી ત્યારે તમારે ઘણી અનિશ્ચિતતાઓનો સામનો કરવો પડે છે. આ બધું લાંબા સમય સુધી ચાલતું રહ્યું. એ દરમ્યાન મેં જોખમ લીધાં અને વધુ વિચારીને નિર્ણય કર્યા. મેં દરેક તક પોતાની મહેનતથી મેળવી છે. મને કંઈ પણ સહેલાઈથી નથી મળ્યું.’

જ્યારે પ્રોડ્યુસર્સ બજેટમાં ઘટાડો કરવા માગે છે ત્યારે સૌથી પહેલાં અભિનેત્રીની ફી ઘટાડવાની ચર્ચા થાય છે : ક્રિતી સૅનન



ક્રિતી સૅનન હાલમાં ૧૯ જૂને રિલીઝ થનારી તેની આગામી ફિલ્મ ‘કૉકટેલ 2’ના પ્રમોશનમાં વ્યસ્ત છે. એ માટેના એક ઇન્ટરવ્યુ દરમ્યાન ક્રિતીએ ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં આજે પણ રહેલા ભેદભાવ વિશે ખૂલીને વાત કરી હતી. ક્રિતીએ પોતાના અનુભવ શૅર કરતાં જણાવ્યું હતું કે આજે પણ બૉલીવુડમાં અસમાન વર્તન અને વળતરમાં ભેદભાવ જેવી બાબતો જોવા મળે છે. 
લાંબા સમયથી સિનેમામાં રહેલી અસમાનતાના મુદ્દે વાત કરતાં ક્રિતીએ કહ્યું હતું કે ‘ફિલ્મોમાં આર્થિક વાટાઘાટો દરમ્યાન ઘણી વાર અભિનેત્રીઓએ વધુ નુકસાન સહન કરવું પડે છે. જ્યારે પ્રોડ્યુસર્સ બજેટમાં ઘટાડો કરવા માગે છે ત્યારે સૌથી પહેલાં અભિનેત્રીની ફી ઘટાડવાની ચર્ચા થાય છે. જોકે બજેટનો મોટો ભાગ તો પુરુષ અભિનેતા પર જ ખર્ચાતો હોય છે. આવી સમસ્યા વર્ષોથી ચાલતી આવેલી માનસિકતા અને સામાજિક માહોલનું પરિણામ છે. પિતૃસત્તા હજી પણ ઇન્ડસ્ટ્રીમાં ખૂબ ઊંડે સુધી જડાયેલી છે અને સમાનતા તરફ આગળ વધવા માટે આપણે સતત આ માનસિકતાને પડકાર આપવો પડશે.’
ફિલ્મના સેટ પર પ્રવર્તતી અસમાનતાની સ્થિતિ વિશે વાત કરતાં ક્રિતીએ કહ્યું હતું કે ‘ઘણી વાર સેટ પર પહેલાં અભિનેત્રીને તૈયાર કરવામાં આવે છે જેથી પુરુષ અભિનેતાને રાહ જોવી ન પડે. આવી બાબતો સામાન્ય લાગતી હોય છતાં એ અંદર રહેલી અસમાન માનસિકતાનું પ્રતિબિંબ છે. આ બધું અચેતન રીતે થાય છે, પરંતુ હવે એમાં બદલાવ આવવો જોઈએ.’


Whatsapp-channel Whatsapp-channel

16 May, 2026 11:58 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK