લારા અને મહેશ ભૂપતિની ૧૪ વર્ષની દીકરી સાયરાએ UAEમાં ટેનિસ ચૅમ્પિયનશિપ જીતીને પરિવારનું નામ રોશન કર્યું છે. દીકરીની આ સિદ્ધિથી લારા ખૂબ ખુશ છે અને તેણે સોશ્યલ મીડિયા પર કેટલીક તસવીરો શૅર કરીને પોતાની ખુશી વ્યક્ત કરી છે.
લારા દત્તા અને તેની દીકરી
‘રામાયણ’માં રાણી કૈકેયીનો રોલ કરીને ચર્ચામાં આવેલી લારા દત્તાએ હાલમાં તેના જીવનની મહત્ત્વની ખુશખબર ફૅન્સ સાથે શૅર કરી છે. લારા અને મહેશ ભૂપતિની ૧૪ વર્ષની દીકરી સાયરાએ UAEમાં ટેનિસ ચૅમ્પિયનશિપ જીતીને પરિવારનું નામ રોશન કર્યું છે. દીકરીની આ સિદ્ધિથી લારા ખૂબ ખુશ છે અને તેણે સોશ્યલ મીડિયા પર કેટલીક તસવીરો શૅર કરીને પોતાની ખુશી વ્યક્ત કરી છે.
લારાએ સોશ્યલ મીડિયામાં આ ટેનિસ ટુર્નામેન્ટની કેટલીક તસવીરો શૅર કરી છે. આ સ્પર્ધાનું આયોજન UAEના ફુજૈરાહ સ્થિત ટેનિસ ઍન્ડ કન્ટ્રી ક્લબમાં કરવામાં આવ્યું હતું. તસવીરોમાં સાયરા ટેનિસ કોર્ટ પર જોવા મળે છે. એક તસવીરમાં સાયરા પોતાની ટ્રોફી અને જીત બાદ મળેલો ચેક લઈને પોઝ આપતી જોવા મળે છે. બીજી તસવીરમાં લારા પોતાની દીકરી સાથે લિફ્ટમાં મિરર સેલ્ફી લેતી નજરે પડે છે. જોકે લારાએ તમામ તસવીરોમાં ઇમોજી મૂકીને દીકરીનો ચહેરો છુપાવ્યો છે.
ADVERTISEMENT
આ તસવીરો શૅર કરતાં લારાએ કૅપ્શન લખી હતી કે ‘હવે મારા કરતાં પણ ઊંચી થઈ ગયેલી મારી દીકરી સાથે ટૂર પર ગઈ હતી અને જીત સાથે પાછી ફરી છું. ખૂબ ગર્વ અનુભવું છું.’
