ભૂતપૂર્વ વડા પ્રધાન ડૉ. મનમોહન સિંહના અવસાન બાદ ગઈ કાલે કેટલીક જૂની તસવીરો બહાર આવી હતી. એમાં તેઓ પાકિસ્તાનના બાળપણના મિત્ર રાજા મોહમ્મદ અલીને ૨૦૦૮ની ૩૦ મેએ નવી દિલ્હીમાં મળ્યા હતા
ભૂતપૂર્વ વડા પ્રધાન ડૉ. મનમોહન સિંહ પાકિસ્તાનના બાળપણના મિત્ર રાજા મોહમ્મદ અલીને ૨૦૦૮ની ૩૦ મેએ નવી દિલ્હીમાં મળ્યા હતા.
ભૂતપૂર્વ વડા પ્રધાન ડૉ. મનમોહન સિંહના અવસાન બાદ ગઈ કાલે કેટલીક જૂની તસવીરો બહાર આવી હતી. એમાં તેઓ પાકિસ્તાનના બાળપણના મિત્ર રાજા મોહમ્મદ અલીને ૨૦૦૮ની ૩૦ મેએ નવી દિલ્હીમાં મળ્યા હતા એની તસવીરો પણ હતી. ડૉ. મનમોહન સિંહનો જન્મ અવિભાજિત ભારતના પંજાબના ગાહ ગામમાં ૧૯૩૨ની ૨૬ સપ્ટેમ્બરે થયો હતો. આ ગામ હવે પાકિસ્તાનમાં છે. ડૉ. મનમોહન સિંહ અને રાજા મોહમ્મદ અલી પ્રાથમિક સ્કૂલમાં સાથે જ ભણતા હતા અને જિગરી દોસ્ત હતા. ડૉ. મનમોહન સિંહને રાજા મોહમ્મદ અલી પ્રેમથી મોહના એવા હુલામણા નામથી બોલાવતા હતા. વિભાજન બાદ ડૉ. મનમોહન સિંહનો પરિવાર તેમના ઘર અને અન્ય પરિવારજનોને છોડીને ભારત આવી ગયો હતો. ૨૦૦૪માં ડૉ. મનમોહન સિંહ ભારતના વડા પ્રધાન બન્યા ત્યારે આ વાત ગાહ ગામમાં પહોંચી હતી અને તેમના જિગરી દોસ્ત રાજા મોહમ્મદ અલીને તેમને મળવાની ઇચ્છા થઈ હતી. ૨૦૦૮માં આ મુલાકાત થઈ ત્યારે તેઓ ડૉ. મનમોહન સિંહ માટે ગાહ ગામની તસવીરો, માટી અને પાણી પણ લાવ્યા હતા. ૨૦૦૮માં તેઓ મળ્યા ત્યારે બેઉ ૭૦ વર્ષના થઈ ગયા હતા. તેઓ એકબીજાને ગળે લાગ્યા હતા અને ગિફ્ટની આપ-લે કરી હતી. ૨૦૧૦માં રાજા મોહમ્મદ અલીનું નિધન થયું હતું.
ડૉ. મનમોહન સિંહને ચિત્રાંજલિ
ADVERTISEMENT
ગઈ કાલે લાલબાગમાં ગુરુકુલ સ્કૂલ ઑફ આર્ટના ચિત્રકારે ડૉ. મનમોહન સિંહને ચિત્રાંજલિ આપી હતી.