સંજય દત્તના ૬૭મા જન્મદિવસે પત્ની માન્યતા દત્તે પરિવાર સાથે ઉજવણી કરી અને સોશિયલ મીડિયા પર ભાવુક શુભેચ્છા સંદેશ શેર કર્યો. પ્રેમ, સાથ અને ખુશીઓ માટે આભાર વ્યક્ત કરતાં તેમણે સંજયના ઉત્તમ સ્વાસ્થ્ય અને સફળતાની પ્રાર્થના કરી.
સંજય દત્ત પરિવાર
ગઈ કાલે સંજય દત્તની ૬૭મી વર્ષગાંઠ હતી અને તેણે આ દિવસની ઉજવણી પત્ની માન્યતા દત્ત તેમ જ સંતાનો શાહરાન અને ઇક્રા સાથે કરી હતી. માન્યતાએ આ સેલિબ્રેશનની તસવીર પોસ્ટ કરીને સંજય માટે શુભેચ્છા સંદેશ શૅર કર્યો હતો. માન્યતાએ પોતાની પોસ્ટમાં લખ્યું હતું કે ‘મારા માટે તમે સૌથી મોટો આશીર્વાદ, મારી સૌથી મોટી શક્તિ અને મારી ખુશીઓનું સૌથી સુંદર સ્થાન છો. મારું જીવન પ્રેમ, હાસ્ય અને નિઃસ્વાર્થ સાથથી ભરી દેવા બદલ તમારો દિલથી આભાર. હું પ્રાર્થના કરું છું કે આવતું વર્ષ તમારા માટે ઉત્તમ સ્વાસ્થ્ય, અઢળક ખુશીઓ અને તમે જે સફળતાના હકદાર છો એ તમામ સફળતાઓ લઈને આવે. હું આજે, આવતી કાલે અને હંમેશાં તમને પ્રેમ કરીશ. જન્મદિવસની ખૂબ-ખૂબ શુભકામનાઓ.’
ત્રણેય બાળકોએ પણ વરસાવ્યું વહાલ
ADVERTISEMENT
સંજયનાં ત્રણેય સંતાનો ત્રિશલા, શાહરાન અને ઇક્રાએ પણ સોશ્યલ મીડિયા પર ઇમોશનલ પોસ્ટ શૅર કરીને પોતાના પપ્પા પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કર્યો છે. ત્રિશલા દિવંગત રિચા શર્માની દીકરી છે જ્યારે શાહરાન અને ઇક્રા માન્યતાં દત્તનાં સંતાનો છે. ત્રિશલાએ સોશ્યલ મીડિયામાં પપ્પા સાથેની તસવીરો પોસ્ટ કરતાં લખ્યું હતું કે ‘મારા આત્માના બીજા હિસ્સાને જન્મદિવસની ખૂબ-ખૂબ શુભેચ્છાઓ. પપ્પા, હું તમને ખૂબ પ્રેમ કરું છું.’ટ્વિન્સ શાહરાન અને ઇક્રાએ પણ પપ્પાને જન્મદિવસની ખાસ શુભેચ્છાઓ આપી હતી. ઇક્રાએ સોશ્યલ મીડિયા પર લખ્યું હતું કે ‘હૅપી બર્થ-ડે પપ્પા. હંમેશાં મારી સાથે ઊભા રહેવા, દરેક સમયે સાથ આપવા અને મારા ચહેરા પર સ્મિત લાવવા બદલ તમારો ખૂબ આભાર. તમે મારા જીવનમાં છો એ માટે હું પોતાને ખૂબ નસીબદાર માનું છું. ઈશ્વર કરે કે તમારો આ જન્મદિવસ ખૂબ ખુશીઓ અને પ્રેમથી ભરેલો રહે. લવ યુ સો મચ, પપ્પા.’ શાહરાને પપ્પા સાથેની તસવીર શૅર કરીને લખ્યું હતું કે ‘દુનિયાના સૌથી શ્રેષ્ઠ પપ્પાને જન્મદિવસની ખૂબ-ખૂબ શુભેચ્છાઓ. હંમેશાં મને સાથ આપવા, મારો આત્મવિશ્વાસ વધારવા અને દરરોજ મને પ્રેરણા આપવા બદલ દિલથી આભાર. હું પ્રાર્થના કરું છું કે તમને હંમેશાં સારું સ્વાસ્થ્ય, ઘણી ખુશીઓ અને જીવનના અનેક સુંદર વર્ષો મળે. હું તમને હંમેશાં ખૂબ પ્રેમ કરીશ.’
