Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > મહાકાવ્ય શ્રી રામાયણ કથાના નેગેટિવ માર્કેટિંગ પાછળ રામાયણની ટીમનો હાથ?

મહાકાવ્ય શ્રી રામાયણ કથાના નેગેટિવ માર્કેટિંગ પાછળ રામાયણની ટીમનો હાથ?

Published : 07 October, 2026 03:56 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ફિલ્મના નિર્માતાએ દાવો કર્યો છે કે તે પોતાની મૂવીને ફરીથી રિલીઝ કરવાનું પ્લાનિંગ કરી રહ્યો છે

 રામાયણ

રામાયણ


દેવ શર્મા અને અંજલિ અરોરાની ફિલ્મ ‘મહાકાવ્ય શ્રી રામાયણ કથા’ થિયેટરોમાં રિલીઝ થઈ ગઈ છે, પણ ફિલ્મને ખાસ સફળતા નથી મળી. આ પરિસ્થિતિમાં ફિલ્મના નિર્માતા પ્રકાશ મહોબિયાએ દાવો કર્યો છે કે નેગેટિવ માર્કેટિંગ કૅમ્પેનને કારણે ફિલ્મને થિયેટરોમાં નુકસાન ઉઠાવવું પડ્યું છે. તેણે એમ પણ જણાવ્યું કે ફિલ્મને ટૂંક સમયમાં ફરી થિયેટરોમાં રિલીઝ કરવામાં આવશે. પ્રકાશ મહોબિયાએ એવો પણ દાવો કર્યો છે કે કદાચ નેગેટિવ માર્કેટિંગ પાછળ ‘રામાયણ’ની ટીમનો હાથ હોઈ શકે છે. જોકે તેણે એમ પણ કહ્યું છે કે આ વાત કન્ફર્મ નથી, પણ તેને આવી જ માહિતી આપવામાં આવી રહી છે.

પોતાની લાગણી વ્યક્ત કરતાં પ્રકાશ મહોબિયાએ કહ્યું કે ‘મહાકાવ્ય શ્રી રામાયણ કથા’ને દર્શકો સુધી પહોંચાડવા માટે પૂરતો સમય જ મળ્યો નથી. અમારી ફિલ્મ વિરુદ્ધ પૂર્ણપણે નેગેટિવ માર્કેટિંગ કરવામાં આવ્યું. અમને અમારા દર્શકો સુધી પહોંચવાની તક જ મળી નહીં. જે લોકોએ અમારી ફિલ્મ જોઈ તેમને એ ખૂબ પસંદ આવી. અમારી પૌરાણિક ફિલ્મ વિરુદ્ધ નેગેટિવ માહોલ ઊભો કરવા માટે પેઇડ માર્કેટિંગ કૅમ્પેન પણ ચલાવવામાં આવ્યું હોઈ શકે છે. અમને જે જણાવવામાં આવ્યું છે એ મુજબ આ જ વિષય પર બીજી કેટલીક ફિલ્મો આવવાની છે, જેમાં એક મોટા બજેટની ફિલ્મ પણ છે. અમારી ફિલ્મ વિરુદ્ધ નેગેટિવ માર્કેટિંગ કરવા માટે યુટ્યુબર્સ, ઇન્ફ્લુએન્સર્સ અને અન્ય લોકોને સાધવામાં આવ્યા છે. તેઓ ખોટી માહિતી ફેલાવી રહ્યા છે અને લોકોને અમારી ફિલ્મ ન જોવાનું કહી રહ્યા છે. મને નુકસાનનો ડર નથી, પણ એ વાતની નિરાશા છે કે વધારે લોકો મારી ફિલ્મ જોઈ શક્યા નથી. આ જ કારણસર હું ‘મહાકાવ્ય શ્રી રામાયણ કથા’ને ફરી એક વાર થિયેટરોમાં રિલીઝ કરવા ઇચ્છું છું.’


Whatsapp-channel Whatsapp-channel

07 October, 2026 03:56 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK