હાલમાં મલાઇકા તેની નવી કાર સાથે જોવા મળી હતી
હાલમાં મલાઇકાએ એક નવી ડાર્ક ગ્રે રેન્જ રોવર ખરીદી છે
મલાઇકા અરોરા તેની ગ્લૅમરસ જીવનશૈલી અને ફૅશન સ્ટેટમેન્ટ માટે જાણીતી છે. હાલમાં મલાઇકાએ એક નવી ડાર્ક ગ્રે રેન્જ રોવર ખરીદી છે, જેની કિંમત આશરે ત્રણ કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. હાલમાં મલાઇકા તેની નવી કાર સાથે જોવા મળી હતી. તે સેલ્સ ટીમ સાથે વાતચીત કરતી વખતે કૅમેરામાં ક્લિક થઈ ગઈ હતી.
મલાઇકા પાસે પહેલાંથી જ રેન્જ રોવર એલડબ્લ્યુબી ઑટોબાયોગ્રાફી, ટૉયોટા ઇનોવા ક્રિસ્ટા, ઑડી Q7 અને બીએમડબ્લ્યુ 7 સિરીઝ 730Ld DPE સિગ્નેચર જેવી ગાડીઓ છે.

