મનીષાએ યોગ કરતી તસવીરો શૅર કરી છે અને એક તસવીરમાં તે સુખાસન કરતી દેખાઈ રહી છે
મનીષા કોઇરાલા
મનીષા કોઇરાલાએ જીવનની અનિશ્ચિતતામાં શાંતિની શોધ કરવા માટે યોગનો સહારો લીધો છે. તેણે પોતાના સોશ્યલ મીડિયા અકાઉન્ટમાં પોતાની યોગ કરતી તસવીર શૅર કરીને જણાવ્યું છે કે યોગ તેના માટે માત્ર વ્યાયામ નથી, પરંતુ ઘરે પાછા ફરવા જેવું છે.
મનીષાએ યોગ કરતી તસવીરો શૅર કરી છે અને એક તસવીરમાં તે સુખાસન કરતી દેખાઈ રહી છે. આ તસવીર પોસ્ટ કરીને તેણે લખ્યું છે કે ‘જ્યારે જીવન અનિશ્ચિત લાગે અને મન ભટકે તો હું શાંતિની શોધ કરું છું. યોગમાં સંતુલન મળે છે જે હું શોધતી નથી, પરંતુ પાછું મેળવું છું.’

