એમાં ૧.૫૧ લાખ દીવડા પ્રગટાવીને બલિદાન આપનારા શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી
‘એક દિયા બલિદાનિયોં કે નામ’ નામનો કાર્યક્રમ
ગઈ કાલે વારાણસીમાં દૈનિક જાગરણ અને પોલીસ પ્રશાસને મળીને ‘એક દિયા બલિદાનિયોં કે નામ’ નામનો કાર્યક્રમ યોજ્યો હતો. એમાં ૧.૫૧ લાખ દીવડા પ્રગટાવીને બલિદાન આપનારા શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં તમામ વર્ગના લોકોએ ભાગ લીધો હતો. સાંજે દીવડા પ્રગટાવ્યા એ પહેલાં સ્થાનિકોએ દેશભક્તિના રંગમાં ગીત અને નૃત્યનો કાર્યક્રમ પ્રસ્તુત કર્યો હતો. ૧.૫૧ લાખ દીવડાઓ જ્યારે એકસાથે પ્રગટ્યા ત્યારે અલૌકિક દૃશ્ય રચાયું હતું.

