હાલમાં બિહાર ચૂંટણીમાં રાજકીય પાર્ટીઓ અનેક વિડિયોનો પ્રચારમાં ઉપયોગ કરી રહી છે અને એમાં એક વિડિયો સામે આવ્યો જેમાં મનોજ રાષ્ટ્રીય જનતા દળનો પ્રચાર કરતો દેખાય છે.
મનોજ બાજપાઈ
ડિજિટલ ટેક્નિકના દુરુપયોગથી પરેશાન થઈને હૃતિક રોશન, કરણ જોહર, સુનીલ શેટ્ટી, ઐશ્વર્યા રાય બચ્ચન, અભિષેક બચ્ચન અને અક્ષય કુમાર જેવા સ્ટાર્સે વ્યક્તિત્વ અધિકારોની સુરક્ષા માટે કાયદાની શરણ લેવાનું પસંદ કર્યું છે ત્યારે રિપોર્ટ છે કે મનોજ બાજપાઈ ડીપફેક ટેક્નૉલૉજીનો ભોગ બન્યો છે. હાલમાં બિહાર ચૂંટણીમાં રાજકીય પાર્ટીઓ અનેક વિડિયોનો પ્રચારમાં ઉપયોગ કરી રહી છે અને એમાં એક વિડિયો સામે આવ્યો જેમાં મનોજ રાષ્ટ્રીય જનતા દળનો પ્રચાર કરતો દેખાય છે. આ મામલે હવે મનોજ બાજપાઈએ સ્પષ્ટતા કરી છે કે આ વિડિયો સંપૂર્ણપણે બનાવટી છે અને હું કોઈ પણ પાર્ટીના સમર્થનમાં નથી.
મનોજ બાજપાઈએ પોતાના સોશ્યલ મીડિયા અકાઉન્ટમાં સ્પષ્ટતા કરી છે કે ‘હું જાહેરમાં આ સ્પષ્ટતા કરવા માગું છું કે મારો કોઈ પણ રાજકીય દળ સાથે કશો સંબંધ કે વફાદારી નથી. આ વિડિયો વાસ્તવમાં પ્રાઇમ વિડિયો માટે કરવામાં આવેલી એક જાહેરાત છે જેને મૉડિફાઇ કરવામાં આવી છે. આ ક્લિપ હવે હટાવી દેવામાં આવી છે. હું એને શૅર કરનારા બધા લોકોને ઈમાનદારીથી વિનંતી કરું છું કે તેઓ આવી વિકૃત અને ભ્રામક સામગ્રી ફેલાવવાનું બંધ કરે અને અન્યોને પણ આવું કરવાથી રોકે.’

