દિલ્હીના ગ્રેટર કૈલાશ-૧માં સલમાન ખાનની SK-27 Gymમાં અચાનક ભીષણ આગ લાગી હતી. ફાયરબ્રિગેડ અને પોલીસે સમયસર કાર્યવાહી કરીને તમામ લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા. ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.
સલમાન ખાન
દિલ્હીના ગ્રેટર કૈલાશ-૧માં ગુરુવારે રાત્રે સલમાન ખાનની ફિટનેસ ફ્રૅન્ચાઇઝી SK-27 Gymમાં અચાનક ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. આ માહિતી મળતાં જ દિલ્હી પોલીસ અને ફાયરબ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. રાહતની વાત એ છે કે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. રિપોર્ટ મુજબ ગુરુવારે રાત્રે આશરે સવાદસ વાગ્યે જિમના પહેલા માળે આગ લાગી હતી. માહિતી મળતાં જ ફાયરબ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને આગ બુઝાવવાની કામગીરી શરૂ કરી હતી. આ સમયે દિલ્હી પોલીસે ઝડપી કાર્યવાહી કરીને જિમમાં હાજર તમામ લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢી લીધા હતા, જેથી કોઈ જાનહાનિ થઈ નહોતી. પ્રાથમિક તપાસમાં શૉર્ટ સર્કિટને આગ લાગવાનું સંભવિત કારણ માનવામાં આવી રહ્યું છે.
