સલમાનની ફિલ્મની રિલીઝનો રસ્તો સાફ થઈ ગયો છે, કારણ કે ફિલ્મને સેન્ટ્રલ બોર્ડ ઑફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC) તરફથી U/A ૧૬+ સર્ટિફિકેટ મળી ગયું છે જેના કારણે દર્શકો સલમાનની આ ફિલ્મ ચોથી ડિસેમ્બરે થિયેટરોમાં જોઈ શકશે.
સલમાન ખાન
સલમાન ખાન અત્યારે પોતાની આગામી ફિલ્મ ‘માતૃભૂમિ : મે વૉર રેસ્ટ ઇન પીસ’ને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મની રિલીઝ-ડેટ અનેક વખત બદલાઈ ચૂકી છે. જોકે હવે સલમાનની ફિલ્મની રિલીઝનો રસ્તો સાફ થઈ ગયો છે, કારણ કે ફિલ્મને સેન્ટ્રલ બોર્ડ ઑફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC) તરફથી U/A ૧૬+ સર્ટિફિકેટ મળી ગયું છે જેના કારણે દર્શકો સલમાનની આ ફિલ્મ ચોથી ડિસેમ્બરે થિયેટરોમાં જોઈ શકશે.
CBFCની નવી કૅટેગરી પ્રમાણે U/A ૧૬+ સર્ટિફિકેટનો અર્થ એ છે કે ૧૬ વર્ષથી ઓછી ઉંમરનાં બાળકો આ ફિલ્મ મમ્મી-પપ્પાની દેખરેખ હેઠળ જોઈ શકે છે. આ સર્ટિફિકેટ પરથી સંકેત મળે છે કે બોર્ડને ફિલ્મમાં દર્શાવવામાં આવેલાં યુદ્ધનાં દૃશ્યો અને ઍક્શનની તીવ્રતા સામાન્ય દર્શકો માટે યોગ્ય લાગી છે. આ જ કારણસર ફિલ્મને માત્ર પુખ્ત વયના દર્શકો પૂરતી મર્યાદિત રાખવામાં આવી નથી. સેન્સર સર્ટિફિકેટ પ્રમાણે ‘માતૃભૂમિ : મે વૉર રેસ્ટ ઇન પીસ’ની કુલ લંબાઈ ૧૫૪.૧૨ મિનિટ છે એટલે કે આ ફિલ્મ ૨ કલાક ૩૪ મિનિટ અને ૧૨ સેકન્ડની હશે.
