Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > મિર્ઝાપુર : ધ મૂવીમાં ઉમેરાયું મહબૂબા-મહબૂબા સ્ટાઇલનું આઇટમ-સૉન્ગ

મિર્ઝાપુર : ધ મૂવીમાં ઉમેરાયું મહબૂબા-મહબૂબા સ્ટાઇલનું આઇટમ-સૉન્ગ

Published : 23 March, 2026 10:35 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ ગીત ‘શોલે’ના ‘મહબૂબા-મહબૂબા’ સ્ટાઇલથી પ્રેરિત હોવાનું કહેવાઈ રહ્યું છે

ગીતમાં સોનલ ચૌહાણે રણના બૅકડ્રૉપમાં એક આઇટમ-સૉન્ગ પર પર્ફોર્મ કર્યું છે

ગીતમાં સોનલ ચૌહાણે રણના બૅકડ્રૉપમાં એક આઇટમ-સૉન્ગ પર પર્ફોર્મ કર્યું છે


વેબ-સિરીઝ ‘મિર્ઝાપુર’ની સફળતા પછી હવે ‘મિર્ઝાપુર : ધ મૂવી’ ૪ સપ્ટેમ્બરે રિલીઝ થવાની છે અને હવે એની સાથે જોડાયેલું એક મોટું અપડેટ સામે આવ્યું છે. તાજેતરમાં આવેલા એક રિપોર્ટ મુજબ ફિલ્મમાં એક ખાસ ડાન્સ-સૉન્ગ ઉમેરવામાં આવ્યું છે. આ ગીત ‘શોલે’ના ‘મહબૂબા-મહબૂબા’ સ્ટાઇલથી પ્રેરિત હોવાનું કહેવાઈ રહ્યું છે. આ વખતે ગીતમાં પંકજ ત્રિપાઠી (કાલીનભૈયા), અલી ફઝલ, દિવ્યેન્દુ, જિતેન્દ્ર કુમાર, અભિષેક બૅનરજી અને રવિ કિશન જેવા કલાકારો પણ જોવા મળશે. આ ગીતમાં સોનલ ચૌહાણે રણના બૅકડ્રૉપમાં એક આઇટમ-સૉન્ગ પર પર્ફોર્મ કર્યું છે. આ ગીતના શૂટિંગ માટે ગયા મહિને જોધપુરના રણમાં ટેન્ટ લગાવવામાં આવ્યા હતા અને સતત ત્રણ રાત સુધી શૂટિંગ ચાલ્યું હતું. આ પ્રકારનું ગીત ફિલ્મની સીક્વન્સને વધુ મજેદાર બનાવશે એથી એને ફિલ્મમાં સામેલ કરવામાં આવ્યું છે.


Whatsapp-channel Whatsapp-channel

23 March, 2026 10:35 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK