Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > મની લોન્ડરિંગના આરોપી સુકેશનો ખુલાસો, જેકલીનને 52 લાખનો ઘોડો આપ્યો હતો ભેટમાં

મની લોન્ડરિંગના આરોપી સુકેશનો ખુલાસો, જેકલીનને 52 લાખનો ઘોડો આપ્યો હતો ભેટમાં

05 December, 2021 01:12 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

મની લોન્ડરિંગ કેસમાં કથિત ઠગ સુકેશ ચંદ્રશેખર, તેની પત્ની અભિનેત્રી લીના મારિયા પોલ અને અન્ય છ લોકો વિરુદ્ધ 7,000 પાનાની ચાર્જશીટ દાખલ કરી છે. 

જેકલીન ફર્નાન્ડીઝ

જેકલીન ફર્નાન્ડીઝ


એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે 200 કરોડ રૂપિયાના મની લોન્ડરિંગ કેસમાં કથિત ઠગ સુકેશ ચંદ્રશેખર, તેની પત્ની અભિનેત્રી લીના મારિયા પોલ અને અન્ય છ લોકો વિરુદ્ધ 7,000 પાનાની ચાર્જશીટ દાખલ કરી છે. 

અહેવાલોને ટાંકીને ચાર્જશીટ મુજબ, ચંદ્રશેખરે પૂછપરછ દરમિયાન ખુલાસો કર્યો હતો કે તેણે અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝને રૂપિયા 52 લાખનો ઘોડો અને 9 ​​લાખની કિંમતની પર્સિયન બિલાડી ભેટમાં આપી હતી. આ સિવાય ચાર્જશીટમાં અભિનેત્રી નોરા ફતેહીના નામનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે, કારણ કે નોરાને સુકેશ દ્વારા એક મોંઘી કાર ગિફ્ટ કરવામાં આવી હતી. જો કે ED પહેલાથી જ બંને અભિનેત્રીઓની પૂછપરછ કરી ચૂકી છે.



આ પહેલા આ કેસમાં નામ આવ્યા બાદ નોરા ફતેહીએ નિવેદન જારી કરીને પોતાનો પક્ષ રજૂ કર્યો હતો. અભિનેત્રીએ દાવો કર્યો હતો કે તે કોઈપણ મની લોન્ડરિંગ પ્રવૃત્તિનો ભાગ નથી. તેણે કહ્યું કે તે પોતે આ કેસમાં પીડિત છે. તેથી સાક્ષી હોવાને કારણે તે અધિકારીઓને તપાસમાં સહકાર અને મદદ કરી રહી છે. તેણીના નિવેદનમાં, તેણીએ સ્પષ્ટતા કરી કે તેણી કોઈપણ મની લોન્ડરિંગ પ્રવૃત્તિનો ભાગ નથી. તેમજ આરોપી સાથે તેને કોઈ અંગત સંબંધ નથી.


અહેવાલો અનુસાર, નોરા ફતેહીએ સુકેશ ચંદ્રશેખરની પત્ની લીના મારિયા પોલના આમંત્રણ બાદ એક કાર્યક્રમમાં હાજરી આપી હતી. અહીં આ કાર્યક્રમમાં તેમને એક મોંઘી કાર ભેટ તરીકે આપવામાં આવી હતી. આ પહેલા આરોપી સુકેશ ચંદ્રશેખર સાથે અભિનેત્રી જેકલીનની રોમેન્ટિક તસવીર વાયરલ થઈ હતી. આ તસવીર સામે આવતા જ જેકલીન ફરી એકવાર આ મામલે ચર્ચામાં આવી ગઈ છે.


Whatsapp-channel Whatsapp-channel

05 December, 2021 01:12 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK