તસવીર ક્લિક કરવા માટે પડાપડી કરી રહેલા ફોટોગ્રાફર્સ પર રણબીર કપૂર વીફર્યો
તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા
હાલમાં ‘ઇન્ડિયન સુપર ગેમિંગ લીગ’ની ઇવેન્ટ દરમ્યાન રણબીર કપૂર અને ફોટોગ્રાફર્સ વચ્ચે નાનો ઝઘડો થતાં-થતાં અટકી ગયો હતો.

ADVERTISEMENT
તસવીર : શાદાબ ખાન
આ ઇવેન્ટમાં રણબીરને જોઈને ફોટોગ્રાફર્સે તેને ક્લિક કરવા માટે પડાપડી કરી મૂકી અને એક તબક્કે એની અત્યંત નજીક આવી ગયા. આ ઇવેન્ટના વિડિયોમાં જોવા મળે છે કે ફોટોગ્રાફર્સથી અકળાઈને રણબીર ફોટોગ્રાફરને કહી બેઠો હતો કે ‘કૅમેરા મુંહ કે અંદર ક્યૂં લા રહા હૈ?’ જોકે તેની આ કમેન્ટ સાંભળીને ફોટોગ્રાફર હસી પડ્યો અને રણબીર પણ સ્મિત કરીને આગળ વધી ગયો.
