સોની પિક્ચર્સ રણવીર સિંહને ‘શક્તિમાન’ બનાવવા ઇચ્છે છે પણ મુકેશ ખન્ના આ વાત માટે તૈયાર નથી
રણવીર સિંહ, શક્તિમાન
છેલ્લા કેટલાક સમયથી ‘શક્તિમાન’ના લીડ ઍક્ટરની પસંદગીનો વિવાદ ચાલી રહ્યો છે. સોની પિક્ચર્સ રણવીર સિંહને ‘શક્તિમાન’ બનાવવા ઇચ્છે છે પણ મુકેશ ખન્ના આ વાત માટે તૈયાર નથી. હાલમાં એક ઇન્ટરવ્યુમાં મુકેશ ખન્નાએ દાવો કર્યો છે કે તેને રણવીર સિંહની ઊર્જા અને પ્રતિભા વિશે કોઈ વાંધો નથી, પરંતુ તે ‘શક્તિમાન’ના રોલમાં તેને જોવા માગતો નથી.
મુકેશ ખન્નાએ એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું છે કે ‘તમે મારું મન બદલી શકતા નથી. તમને રણવીર સિંહ પસંદ છે અને મને પણ. અમે ત્રણ કલાક બેસીને વાતો કરી ચૂક્યા છીએ અને તે ખૂબ ઊર્જાવાન અભિનેતા છે. જોકે મેં તેને મોં પર જ કહી દીધું છે કે તું તમરાજ કિલવિશ (વાર્તાનો ખલનાયક)નું પાત્ર ભજવી શકે છે પણ શક્તિમાનનું નહીં. ઍક્ટર ખરેખર જીવનમાં કેવો છે એ તેના પડદા પરનાં પાત્રોને પ્રભાવિત કરે છે. ક્યાંક ને ક્યાંક રિયલ લાઇફમાં જો તમારી ઇમેજ ખોટી છે તો એ વચ્ચે આવે છે.’

