નયનતારાની મંદિર બહાર માથું મૂંડાવેલી તસવીરો સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ હતી. જોકે બાદમાં સામે આવ્યું કે આ તસવીરો AI દ્વારા જનરેટ કરવામાં આવી છે અને એપ્રિલની તિરુમાલા મંદિર મુલાકાતની તસવીરો સાથે છેડછાડ કરવામાં આવી છે.
નયનતારા
હાલમાં નયનતારાની કેટલીક તસવીરો સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહી છે, જેમાં તે મંદિરની બહાર જોવા મળી રહી છે અને તેના માથા પર વાળ નથી. આ તસવીરોએ સૌનું ધ્યાન ખેંચ્યું હતું અને કેટલાક લોકો એવો અંદાજ લગાવી રહ્યા હતા કે શું ‘ટૉક્સિક’ની રિલીઝ પહેલાં નયનતારાએ માથું મૂંડાવ્યું છે? જોકે આ પછી કેટલાક લોકોએ ધ્યાન દોર્યું કે આ તસવીરો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) દ્વારા જનરેટ કરવામાં આવેલી છે.
આ ચર્ચાસ્પદ AI-જનરેટેડ તસવીરો નયનતારાની આ વર્ષે એપ્રિલમાં તિરુમાલા મંદિરની મુલાકાત સાથે જોડાયેલી છે. તે પોતાના પતિ વિજ્ઞેશ શિવન સાથે મંદિર પહોંચી હતી. નયનતારાની આ તસવીરો સાથે છેડછાડ કરીને એને ચર્ચાસ્પદ બનાવવામાં આવી છે.
