રણબીર કપૂર અને આદિનાથ કોઠારે બૉમ્બે સ્કૉટિશ સ્કૂલમાં સાથે ભણતા હતા.
રણબીર કપૂર અને આદિનાથ કોઠારે
‘રામાયણ’માં રામનો રોલ કરનાર રણબીર કપૂર અને ભરતની ભૂમિકા ભજવનારા અભિનેતા આદિનાથ કોઠારે સ્કૂલ-ફ્રેન્ડ્સ છે અને તેઓ બૉમ્બે સ્કૉટિશ સ્કૂલમાં સાથે ભણતા હતા. હાલમાં રણબીર સાથેના પોતાના જૂના સંબંધો વિશે વાત કરતાં આદિનાથ કોઠારેએ કહ્યું હતું કે ‘મને યાદ છે કે મેં રણબીરને સ્કૂલમાં જોયો હતો. અમારો એક કૉમન ફ્રેન્ડ હતો જેનું નામ બિનોય ગાંધી હતું. તેણે જ મારી ઓળખાણ રણબીર સાથે કરાવી હતી. એક લાંબા અને પાતળા છોકરાની જૂની યાદ આજે પણ મારા મનમાં તાજી છે. તે સિનિયર્સ બિલ્ડિંગની રેલિંગ પર બેસતો હતો. એ સમયે હું સાતમા ધોરણમાં હતો. ‘રામાયણ’ના સેટ પર મેં તેની સાથે આ વાત શૅર કરી હતી. મને પૂરો વિશ્વાસ છે કે તેને પણ એ બધી વાતો યાદ હશે. અમે બૉમ્બે સ્કૉટિશ સ્કૂલમાં સાથે ભણતા હતા.’
