તેણે મંદિરમાં બે કલાક લાંબી ભસ્મ આરતીમાં પણ ભાગ લીધો હતો
ઍક્ટ્રેસ નુશરત ભરૂચાએ મંગળવારે ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિરમાં દર્શન કરીને આશીર્વાદ લીધા હતા
ઍક્ટ્રેસ નુશરત ભરૂચાએ મંગળવારે ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિરમાં દર્શન કરીને આશીર્વાદ લીધા હતા. તેણે મંદિરમાં બે કલાક લાંબી ભસ્મ આરતીમાં પણ ભાગ લીધો હતો. મહાકાલેશ્વર મંદિરમાં દર્શન કરતી વખતના પોતાના અનુભવ જણાવતાં નુસરતે કહ્યું હતું કે ‘હું મારા અનુભવને શબ્દોમાં વર્ણવી શકતી નથી. મોટી સંખ્યામાં ભક્તો મહાકાલેશ્વર મંદિરમાં પૂજા કરવા આવે છે. આ લાગણીને ફક્ત મંદિરમાં પૂજા કરીને જ વર્ણવી શકાય છે. હું ખૂબ સારું અનુભવું છું. બોરી મુસ્લિમ પરિવારમાંથી હોવા છતાં હું બાળપણથી જ મંદિરોમાં જાઉં છું. હું ગુરુદ્વારા અને ચર્ચમાં પણ જાઉં છું. મેં ૧૬ શુક્રવારનું વ્રત પણ કર્યું છે.’

