૯ સપ્ટેમ્બરે અક્ષયની ૫૮મી વર્ષગાંઠ છે અને સેટ પર એનું ઍડ્વાન્સ સેલિબ્રેશન કર્યા પછી હેલિકૉપ્ટરમાં સવારી કરીને ગુરુવાયુર મંદિર દર્શન માટે ગયો હતો
અક્ષય કુમાર
અક્ષય કુમાર હાલમાં સૈફ અલી ખાન સાથે કેરલામાં ‘હૈવાન’નું શૂટિંગ કરી રહ્યો છે. હાલમાં અક્ષયે શૂટિંગમાંથી સમય કાઢીને ખ્યાતનામ ગુરુવાયુર મંદિરની મુલાકાત લીધી હતી. આ મુલાકાત સમયે અક્ષયે કમર પર પહેરવામાં આવતું પરંપરાગત મુંડુ વસ્ત્ર પહેર્યું હતું. અક્ષયની આ મુલાકાતની તસવીરો અને વિડિયો ઑનલાઇન વાઇરલ થઈ ગયાં છે. ૯ સપ્ટેમ્બરે અક્ષયની ૫૮મી વર્ષગાંઠ છે અને સેટ પર એનું ઍડ્વાન્સ સેલિબ્રેશન કર્યા પછી હેલિકૉપ્ટરમાં સવારી કરીને ગુરુવાયુર મંદિર દર્શન માટે ગયો હતો. આ સમયે અક્ષયે પરંપરા મુજબ શર્ટલેસ થઈને દર્શન પણ કર્યાં હતાં.

