આવતીકાલથી OTT પર મહારાણી S4, બારામુલ્લા, મીરાઈ (હિન્દી), એક ચતુર નાર અનેથોડે દૂરથોડે પાસ સ્ટ્રીમ. નવા થ્રિલર્સ અને ફેમિલી ડ્રામા આવે છે.
આવતી કાલથી OTT પર આવશે આ સિરીઝ
હુમા કુરેશીની સૌથી ચર્ચિત સિરીઝ ‘મહારાની’ હવે પોતાની ચોથી સીઝન સાથે પાછી આવી રહી છે. રાજકારણ અને શક્તિની પાવરગેમ પર આધારિત આ સિરીઝ હંમેશાં ચર્ચામાં રહી છે. આ સિરીઝ આવતી કાલથી સોની લિવ પર સ્ટ્રીમ થશે.
ADVERTISEMENT
બારામુલ્લા
માનવ કૌલ સ્ટારર આ મિસ્ટરી થ્રિલર ફિલ્મમાં તે DCP સૈયદ રિઝવાનની ભૂમિકા ભજવે છે. કાશ્મીરની પૃષ્ઠભૂમિમાં બનેલી આ ફિલ્મ રોમાંચક સસ્પેન્સ અને ઇન્ટેન્સ ડ્રામા સાથે ભરપૂર છે. આ ફિલ્મ આવતી કાલથી નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થશે.
મિરાઈ (હિન્દી ડબ્ડ)
સુપરસ્ટાર તેજા સજ્જાને લીડ રોલમાં ચમકાવતી આ તેલુગુ ઍક્શન-ઍડ્વેન્ચર ફિલ્મ હવે OTT પર હિન્દીમાં રિલીઝ થવાની છે. ઍક્શન અને વિઝ્યુઅલ ઇફેક્ટ્સથી ભરપૂર આ ફિલ્મ યુવાનોને વિશેષ પસંદ પડી છે. આ ફિલ્મ આવતી કાલથી જિયો હૉટસ્ટાર પર સ્ટ્રીમ થશે.
એક ચતુર નાર
દિવ્યા ખોસલા અને નીલ નીતિન મુકેશને લીડ રોલમાં ચમકાવતી આ થ્રિલર-કૉમેડી ફિલ્મ ૧૨ સપ્ટેમ્બરે રિલીઝ થઈ હતી. આ ફિલ્મ સાયકોલૉજિકલ ડ્રામા, ડાર્ક હ્યુમર અને સોશ્યલ મેસેજિંગનું કૉમ્બિનેશન છે અને હવે આવતી કાલથી એ નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થશે.
થોડે દૂર થોડે પાસ
મોના સિંહ, કુણાલ રૉય કપૂર અને પંકજ કપૂરને મહત્ત્વના રોલમાં ચમકાવતી આ ફૅમિલી એન્ટરટેઇનમેન્ટ એક હૃદયસ્પર્શી સિરીઝ છે. આ ઇમોશનલ સિરીઝ પરિવાર સાથે જોવા માટે એકદમ યોગ્ય છે. આ સિરીઝ આવતી કાલથી ઝીફાઇવ પર સ્ટ્રીમ થશે.


