હવે આ વિડિયો પ્રકાશમાં આવતાં સિક્યૉરિટીના વર્તનની ટીકા થઈ રહી છે
તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા
અક્ષય કુમાર બુધવારે મુંબઈ ઍરપોર્ટ પર જોવા મળ્યો હતો અને એ સમયે તેની સાથે તેની આગામી ફિલ્મ ‘વેલકમ ટુ ધ જંગલ’ની સહઅભિનેત્રી દિશા પાટણી પણ હતી. અક્ષયને ઍરપોર્ટ પર જોઈને એક દિવ્યાંગ વ્યક્તિ તેની સાથે તસવીર ક્લિક કરાવવા તેની નજીક ગઈ હતી. અક્ષયે એ વ્યક્તિની પીઠ પર હાથ રાખ્યો, પરંતુ પછી તે ઝડપથી આગળ વધી ગયો હતો. જોકે એ વખતે અક્ષયની સિક્યૉરિટીની જવાબદારી સંભાળતા લોકોએ આ દિવ્યાંગને ખેંચીને દૂર કર્યો હતો. હવે આ વિડિયો પ્રકાશમાં આવતાં સિક્યૉરિટીના વર્તનની ટીકા થઈ રહી છે અને સ્ટાર્સે ફૅન્સ સાથે સારું વર્તન કરવું જોઈએ એવી ચર્ચા ચાલી રહી છે.


