Pankaj Patel Biopic: લગભગ 500 કરતાં વધુ ફિલ્મોમાં અભિનય કરનાર અભિનેતા અનુપમ ખેર તેમની 544મી ફિલ્મ બનાવવા માટે તૈયાર છે જેમાં તે એક પરોપકારી અને ભારતની પાંચમી સૌથી મોટી ફાર્માસ્યુટિકલ કંપની ઝાયડસ લાઇફસાયન્સના ચૅરમૅનની ભૂમિકામાં જોવા મળવાના છે.
અનુપમ ખેર અને પંકજ રમણભાઈ પટેલ
બૉલિવૂડના દિગ્ગજ અભિનેતા અનુપમ ખેર પોતાના જુદા અંદાજમાં ફિલ્મોમાં પાત્ર ભજવવા માટે , જાણીતા છે, જેથી આ વખતે પણ તેઓ એક ફિલ્મને લઈને જોરદાર ચર્ચામાં આવ્યા છે. અનુપમ ખેર આ વખતે પદ્મ ભુષણથી સન્માનીત કરવામાં આવેલી વ્યકતીના જીવન પર આધારિત બાયોપિકમાં જોવા મળવાના છે.
પદ્મ ભૂષણથી સન્માનીત પંકજ રમણભાઈ પટેલે અનુપમ ખેર સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં પટેલે તેમના જીવન પર બાયોપિક બનાવવાની મંજૂરી આપી હતી. એક સમાચાર એજન્સીના અહેવાલ મુજબ, લગભગ 500 કરતાં વધુ ફિલ્મોમાં અભિનય કરનાર અભિનેતા અનુપમ ખેર તેમની 544મી ફિલ્મ બનાવવા માટે તૈયાર છે જેમાં તે એક પરોપકારી અને ભારતની પાંચમી સૌથી મોટી ફાર્માસ્યુટિકલ કંપની ઝાયડસ લાઇફસાયન્સના ચૅરમૅનની ભૂમિકામાં જોવા મળવાના છે.
ADVERTISEMENT
રિપોર્ટ મુજબ, ભારતીય ઉદ્યોગપતિ અને ઝાયડસ લાઇફસાયન્સના ચૅરમૅન પંકજ પટેલનો જન્મ ૧૬ માર્ચ, ૧૯૫૩ ના રોજ થયો હતો. તે ગુજરાતી સમુદાયના છે. ભણતર દરમિયાન, તેઓ રાષ્ટ્રીય વિદ્યાર્થી પરિષદના નેતા અને નવમીરામણ ચળવળના સક્રિય નેતા હતા. પંકજ રમણભાઈ પટેલને જાન્યુઆરી 2025 માં પદ્મ ભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
વિક્રમ ભટ્ટ સાથે અનુપમ ખેરની નવી ફિલ્મ ચર્ચામાં
તાજેતરમાં અનુપમ ખેર સ્ટારર વિક્રમ ભટ્ટની ફિલ્મ `તુમકો મેરી કસમ`નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. જોકે આ કોઈ હૉરર ફિલ્મ નથી પણ અનુપમ ખેર અભિનીત હૃદયસ્પર્શી ડ્રામા બાયોપિક છે. ટ્રેલર રિલીઝ પ્રસંગે ફિલ્મની તમામ સ્ટાર કાસ્ટ હાજર રહી હતી. સ્ટેજ પર બધાએ પોતાના અનુભવો શૅર કર્યો હતો. પરંતુ આ દરમિયાન જ્યારે વિક્રમ ભટ્ટ કંઈક એવું કહ્યું કે તેઓ ખૂબ જ ઈમોશનલ થયા હતા.
વિક્રમ ભટ્ટ પોતાના ગુરુ અને માર્ગદર્શક મહેશ ભટ્ટના નિઃસ્વાર્થ પ્રેમ અને સમર્થનને પોતાના શબ્દોમાં વ્યક્ત કરવા માગતા હતા, પરંતુ વધુ બોલ્યા વિના, તેમનો અવાજ રૂંધાઈ ગયો અને તેઓ ભાવુક થઈ ગયા. વિક્રમ ભટ્ટે કહ્યું, "આજે હું ભટ્ટ સાહેબને કારણે અસ્તિત્વમાં છું. આજે હું તેમના કારણે ચમકી રહ્યો છું. હું 4 વર્ષની ઉંમરથી તેમનું અનુકરણ કરી રહ્યો છું અને હજુ પણ કરું છું. તેઓ મારા પિતા છે અને હંમેશા ઢાલની જેમ મારી સાથે ઉભા રહે છે."
વાસ્તવિક જીવન પર આધારિત ફિલ્મ `તુમકો મેરી કસમ` 21 માર્ચે સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ ફિલ્મમાં અદા શર્મા, ઇશ્વક સિંહ, ઈશા દેઓલ અને અનુપમ ખેર મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ એક એવી વાર્તા છે જ્યાં સત્ય કાલ્પનિક કરતાં વધુ ડ્રામૅટીક છે, જે વિશ્વાસઘાત, મહત્વાકાંક્ષાઓ, બોર્ડરૂમ રાજકારણ, જુસ્સો અને સૌથી ઉપર પ્રેમથી ભરેલી છે. ‘તુમકો મેરી કસમ’ મહેશ ભટ્ટ દ્વારા પ્રસ્તુત, ઇન્દિરા એન્ટરટેઇનમેન્ટ દ્વારા નિર્મિત, શ્વેતાંબરી ભટ્ટ અને કૃષ્ણા ભટ્ટ સારદા દ્વારા ડિરેક્ટ કરવામાં આવી છે. જેમાં પ્રતીક વાલિયાને મ્યુઝિક આપ્યું છે અને ફિલ્મના ગીતો વિક્રમ ભટ્ટ અને શ્વેતા બોથરા દ્વારા લખાયેલા છે.

