જોકે ટ્રક કે એમાં રહેલા માણસોને કોઈ નુકસાન થયું નથી. જમ્મુ અને કાશ્મીરના સોનમર્ગ, ગુલમર્ગ અને પહલગામમાં ગઈ કાલે ફ્રેશ સ્નોફૉલ થયો હતો.
સોનમર્ગના સરબલ ક્ષેત્રમાં ગઈ કાલે સવારે હિમસ્ખલન થયું
જમ્મુ અને કાશ્મીરના ગાંદરબાલ જિલ્લાના સોનમર્ગના સરબલ ક્ષેત્રમાં ગઈ કાલે સવારે હિમસ્ખલન થયું હતું અને એમાં નુકસાનની કોઈ જાણકારી મળી નથી, પણ આ હિમસ્ખલનની ઘટના વિડિયોમાં કેદ થઈ હતી અને એ ડરામણી લાગી રહી હતી. પહાડોમાં ટોચ પરથી બરફ કેટલી જલદીથી નીચે આવે છે એ આ વિડિયોમાં સ્પષ્ટ જોઈ શકાતું હતું. આવું હિમસ્ખલન ખતરનાક બની જતું હોય છે. આ વિડિયોમાં એક ટ્રક હિમસ્ખલનમાં આખી ઢંકાઈ જતી દેખાય છે. જોકે ટ્રક કે એમાં રહેલા માણસોને કોઈ નુકસાન થયું નથી. જમ્મુ અને કાશ્મીરના સોનમર્ગ, ગુલમર્ગ અને પહલગામમાં ગઈ કાલે ફ્રેશ સ્નોફૉલ થયો હતો.

