સંપર્કવિહોણાં ગામમાં જીવનજરૂરી ચીજવસ્તુઓ પહોંચાડવાનું કામ ચાલી રહ્યું છે. હેમકુંડ સાહિબ ગુરુદ્વારાનાં કપાટ પચીસમી મેએ ખોલવામાં આવશે
ઉત્તરાખંડમાં ચમોલી જિલ્લામાં આવેલા પવિત્ર ધાર્મિક સ્થળ હેમકુંડ
ઉત્તરાખંડમાં ચમોલી જિલ્લામાં આવેલા પવિત્ર ધાર્મિક સ્થળ હેમકુંડ સાહિબને ગોવિંદ ઘાટથી જોડતા એક બ્રિજને ભૂસ્ખલનને કારણે નુકસાન પહોંચ્યું છે અને એને કારણે અનેક ગામ સંપર્કવિહોણાં બન્યાં છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે ‘ગઈ કાલે સવારે ૧૦ વાગ્યે થયેલા ભૂસ્ખલનને કારણે બદરીનાથ નૅશનલ હાઇવેના પુલના ગામ પાસેના બ્રિજને નુકસાન થયું છે એથી હેમકુંડ સાહિબ અને વૅલી ઑફ ફ્લાવર્સને જોડતો રસ્તો બંધ થઈ ગયો છે. સંપર્કવિહોણાં ગામમાં જીવનજરૂરી ચીજવસ્તુઓ પહોંચાડવાનું કામ ચાલી રહ્યું છે. હેમકુંડ સાહિબ ગુરુદ્વારાનાં કપાટ પચીસમી મેએ ખોલવામાં આવશે.’

