રેખા ગુપ્તાએ ગુરુ તેગ બહાદુર હૉસ્પિટલની મુલાકાત લીધી હતી અને કહ્યું હતું કે ‘આ હૉસ્પિટલ કોવિડ-19 મહામારી બાદ ગોદામની જેમ આખી ભરાઈ ગઈ છે
રેખા ગુપ્તા
દિલ્હીનાં મુખ્ય પ્રધાન રેખા ગુપ્તાએ ગઈ કાલે દિલ્હીની સરકારી હૉસ્પિટલોની મુલાકાત લીધી હતી અને ત્યાર બાદ અગાઉની આમ આદમી પાર્ટી (AAP)ની સરકારના સ્વાસ્થ્ય મૉડલ પર નિશાન સાધીને એને ઝીરો મૉડલ ગણાવ્યું હતું. તેમણે આરોપ લગાવ્યો હતો કે કેજરીવાલના શાસન વખતે સરકારી હૉસ્પિટલોમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હતો.
રેખા ગુપ્તાએ ગુરુ તેગ બહાદુર હૉસ્પિટલની મુલાકાત લીધી હતી અને કહ્યું હતું કે ‘આ હૉસ્પિટલ કોવિડ-19 મહામારી બાદ ગોદામની જેમ આખી ભરાઈ ગઈ છે. આજે પણ ૪૫૮ ઑક્સિજન કૉન્સન્ટ્રેટર, ૧૪૬ વેન્ટિલેટર, ૩૬,૦૦૦ પીપીઈ કિટ્સ, મલ્ટિપૅરા મૉનિટર, માસ્ક અને અન્ય મેડિકલ ઉપકરણો અહીં બેકાર પડ્યાં છે. માત્ર આ જ હૉસ્પિટલ નહીં, બીજી સરકારી હૉસ્પિટલોની અવસ્થા પણ આવી જ છે. હૉસ્પિટલ બિલ્ડિંગોનું નિર્માણ યોગ્ય યોજના વિના કરવામાં આવ્યું છે જેમાં ખોટા ખર્ચ વધારે થયા છે.’
ADVERTISEMENT
મુખ્ય પ્રધાન રેખા ગુપ્તાએ દાવો કર્યો હતો કે હૉસ્પિટલના કર્મચારીઓને છ મહિનાથી વેતન ચૂકવવામાં આવ્યું નથી.

