Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > રામ ચરણ તેજા અને જાહ્‍‍નવી કપૂરની પેડ્ડીનો યોજાશે પેઇડ પ્રીમિયર શો

રામ ચરણ તેજા અને જાહ્‍‍નવી કપૂરની પેડ્ડીનો યોજાશે પેઇડ પ્રીમિયર શો

Published : 09 May, 2026 09:38 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૩ જૂને પ્રીમિયર શો યોજાશે અને ૪ જૂને ફિલ્મ થિયેટરમાં રિલીઝ થશે

રામ ચરણ અને જાહ્‍‍નવી કપૂર

રામ ચરણ અને જાહ્‍‍નવી કપૂર


રામ ચરણ તેજા અને જાહ્‍‍નવી કપૂરની ‘પેડ્ડી’ ૪ જૂને થિયેટરમાં રિલીઝ થવાની છે. આ ફિલ્મની રિલીઝ પહેલાં નિર્માતાઓએ એક ખાસ નિર્ણય લીધો છે જેને કારણે દર્શકો ફિલ્મ સત્તાવાર રિલીઝ પહેલાં જ જોઈ શકશે. રિપોર્ટ પ્રમાણે ‘પેડ્ડી’ માટે પ્રીમિયર શોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. હાલમાં મોટી ફિલ્મો માટે રિલીઝના એક દિવસ પહેલાં પેઇડ પ્રિવ્યુ શો રાખવાનો ટ્રેન્ડ જોવા મળે છે જેને કારણે ફિલ્મની શરૂઆતની કમાણીમાં વધારો થાય છે. ‘ધુરંધર : ધ રિવેન્જ’ માટે પણ પેઇડ પ્રીમિયર શો યોજાયો હતો. આ ફિલ્મે ભારતમાં માત્ર પેઇડ પ્રિવ્યુમાંથી જ ૪૩ કરોડ રૂપિયાની કમાણી કરી હતી. હવે આ સફળતાથી પ્રેરાઈને ‘પેડ્ડી’નો પ્રીમિયર શો પણ રિલીઝના એક દિવસ પહેલાં એટલે કે ૩ જૂને યોજાશે. ફિલ્મના સત્તાવાર સોશ્યલ મીડિયા પેજ પર આ વિશે પોસ્ટ પણ શૅર કરવામાં આવી હતી. પોસ્ટમાં જણાવાયું હતું કે ‘ફિલ્મનું એડિટિંગનું કામ પૂર્ણ થઈ ગયું છે. ૩ જૂને પ્રીમિયર શો યોજાશે અને ત્યાર બાદ ૪ જૂને ફિલ્મ થિયેટરમાં રિલીઝ થશે.’


Whatsapp-channel Whatsapp-channel

09 May, 2026 09:38 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK