રણબીર કપૂર અને સાઈ પલ્લવીની ‘રામાયણ’ દિવાળીના અવસર પર રિલીઝ થવાની છે
રામાયણમાંથી રણબીર કપૂરની ઝલક
રણબીર કપૂર અને સાઈ પલ્લવીની ‘રામાયણ’ દિવાળીના અવસર પર રિલીઝ થવાની છે. જોકે અત્યાર સુધી ફિલ્મની સત્તાવાર રિલીઝ-ડેટ જાહેર કરવામાં આવી નથી. અગાઉ એવા અહેવાલો હતા કે ફિલ્મ દિવાળીના દિવસે એટલે કે ૮ નવેમ્બરે રિલીઝ થશે, પણ હવે એવા અહેવાલો સામે આવી રહ્યા છે કે ફિલ્મની રિલીઝ-ડેટ આગળ કરવામાં આવી રહી છે. મળતી માહિતી પ્રમાણે આ ફિલ્મ માટે પેઇડ પ્રિવ્યુ યોજવાનું પ્લાનિંગ પણ ચાલી રહ્યું છે.
લેટેસ્ટ રિપોર્ટ પ્રમાણે ભારતમાં ફિલ્મના પેઇડ પ્રિવ્યુ ૪ નવેમ્બરે યોજાશે અને ત્યાર બાદ ફિલ્મ પાંચ નવેમ્બરે રિલીઝ થશે. વિદેશી બજારમાં ઉત્તર અમેરિકામાં ૪ નવેમ્બરે પેઇડ પ્રિવ્યુ યોજાશે જ્યારે ઑસ્ટ્રેલિયા, ન્યુ ઝીલૅન્ડ, દક્ષિણ-પૂર્વ એશિયા, મધ્ય-પૂર્વ જર્મની, યુરોપના અન્ય દેશો અને લૅટિન અમેરિકામાં પાંચમી નવેમ્બરે ફિલ્મ રિલીઝ થશે. બીજી તરફ યુકે, સાઉથ આફ્રિકા અને મૉરિશિયસમાં ૬ નવેમ્બરે ફિલ્મ રિલીઝ થવાની માહિતી છે. ચીન, જપાન, સાઉથ કોરિયા, તાઇવાન અને હૉન્ગકૉન્ગમાં ફિલ્મની રિલીઝ-ડેટને લઈને હજુ સુધી કોઈ માહિતી સામે આવી નથી. જોકે ફિલ્મની રિલીઝ-ડેટમાં આ ફેરફારને લઈને હજુ સુધી મેકર્સ તરફથી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.
