Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > લતા મંગેશકરની ૯૭મી જન્મજયંતી પર નરેન્દ્ર મોદીએ આપી શ્રદ્ધાંજલિ

લતા મંગેશકરની ૯૭મી જન્મજયંતી પર નરેન્દ્ર મોદીએ આપી શ્રદ્ધાંજલિ

Published : 29 September, 2026 11:19 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લતા મંગેશકરની ૯૭મી જન્મજયંતી પર તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. તેમણે લતાદીદીના સંગીતજગતમાં અપ્રતિમ યોગદાનને યાદ કરીને કહ્યું હતું કે તેમનું યોગદાન યુગો સુધી સ્મરણીય રહેશે.

લતા મંગેશકર

લતા મંગેશકર


પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે મહાન ગાયિકા લતા મંગેશકરની ૯૭મી જન્મજયંતી પર તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. વડા પ્રધાને સોશ્યલ મીડિયા પર પોસ્ટ શૅર કરીને દિવંગત ગાયિકાને નમન કર્યું હતું.
વડા પ્રધાને પોતાની પોસ્ટમાં લખ્યું હતું કે ‘પોતાની દિવ્ય ગાયનપ્રતિભાથી વિશ્વમાં દેશનું નામ રોશન કરનાર આદરણીય લતાદીદીને તેમની જન્મજયંતી પર સાદર નમન. તેમણે ભારતવર્ષને માત્ર પોતાના મધુર સૂરોથી સજાવ્યું-શણગાર્યું જ નથી, દેશની સમૃદ્ધિ સાથે જોડાયેલી દરેક પહેલને પણ હંમેશાં પ્રોત્સાહિત કરી છે. ભારતીય સંગીતજગતમાં તેમનું અપ્રતિમ યોગદાન યુગો સુધી સ્મરણીય રહેશે.’
લતા મંગેશકર અને નરેન્દ્ર મોદી વચ્ચે ખૂબ જ આત્મીય સંબંધ હતો. લતાદીદી તેમને પોતાના ભાઈ માનતાં હતાં અને ‘નરેન્દ્રભાઈ’ કહીને બોલાવતાં હતાં. એટલું જ નહીં, તેઓ દર વર્ષે રક્ષાબંધનના અવસરે વડા પ્રધાનને રાખડી પણ મોકલતાં હતાં.


Whatsapp-channel Whatsapp-channel

29 September, 2026 11:19 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK