થોડા સમય પહેલાં રિપોર્ટ હતો કે પ્રભાસની આગામી ફિલ્મ ‘સ્પિરિટ’ બૉક્સ-ઑફિસ પર સલમાન ખાનની ડિરેક્ટર વામશી પેડ્ડિપલ્લીની ફિલ્મ સાથે ટકરાશે નહીં. જોકે હવે ‘સ્પિરિટ’ના મેકર્સે આ અહેવાલોનું ખંડન કર્યું છે અને ફિલ્મની રિલીઝ-ડેટ અંગે સ્પષ્ટતા કરી છે.
સ્પિરિટ અને સલમાન ખાનની ફિલ્મ વચ્ચે ઈદ પર થશે ટક્કર
થોડા સમય પહેલાં રિપોર્ટ હતો કે પ્રભાસની આગામી ફિલ્મ ‘સ્પિરિટ’ બૉક્સ-ઑફિસ પર સલમાન ખાનની ડિરેક્ટર વામશી પેડ્ડિપલ્લીની ફિલ્મ સાથે ટકરાશે નહીં. જોકે હવે ‘સ્પિરિટ’ના મેકર્સે આ અહેવાલોનું ખંડન કર્યું છે અને ફિલ્મની રિલીઝ-ડેટ અંગે સ્પષ્ટતા કરી છે.
પ્રભાસની ‘સ્પિરિટ’નું ડિરેક્શન સંદીપ વાંગા રેડ્ડી કરી રહ્યો છે અને આ ફિલ્મ ટી-સિરીઝના બૅનર હેઠળ રજૂ થવાની છે. હવે ટી-સિરીઝના પ્રવક્તાએ સ્પષ્ટતા કરી છે કે ‘સ્પિરિટ’ની રિલીઝ ટાળવામાં આવી નથી અને ફિલ્મ નક્કી કરેલી તારીખે જ રિલીઝ થશે.
આયોજન પ્રમાણે ‘સ્પિરિટ’ આવતા વર્ષે પાંચમી માર્ચે રિલીઝ થવાની છે. જો ‘સ્પિરિટ’ નક્કી કરેલી તારીખે રિલીઝ થશે તો પ્રભાસની ફિલ્મની ટક્કર સલમાન ખાનની આગામી ફિલ્મ સાથે થાય એ કન્ફર્મ છે, કારણ કે સલમાનનું પ્લાનિંગ પણ તેની ફિલ્મને ઈદના આ સમયગાળા વખતે જ રિલીઝ કરવાનું છે.