પ્રીતિ ઝિન્ટાએ તાજેતરમાં પોતાની સાથે બનેલો એક હૃદયસ્પર્શી અનુભવ ચાહકો સાથે શૅર કર્યો છે. પ્રીતિ પૅરિસમાં હતી ત્યારે તેને તાવ આવતાં તે બીમાર થઈ ગઈ હતી. આ દિવસોમાં અજાણ્યા પાડોશીના પ્રેમાળ વર્તનને કારણે તેને ઘણી રાહત મળી હતી.
પૅરિસમાં તાવગ્રસ્ત પ્રીતિ ઝિન્ટાને પડોશીએ કઢી-ચાવલ મોકલીને ખુશખુશાલ કરી દીધી
પ્રીતિ ઝિન્ટાએ તાજેતરમાં પોતાની સાથે બનેલો એક હૃદયસ્પર્શી અનુભવ ચાહકો સાથે શૅર કર્યો છે. પ્રીતિ પૅરિસમાં હતી ત્યારે તેને તાવ આવતાં તે બીમાર થઈ ગઈ હતી. આ દિવસોમાં અજાણ્યા પાડોશીના પ્રેમાળ વર્તનને કારણે તેને ઘણી રાહત મળી હતી. પ્રીતિએ પોતાનો અનુભવ શૅર કરતાં લખ્યું હતું કે ‘પૅરિસમાં રહેતા સૌથી પ્રેમાળ અને દયાળુ પરિવારનો દિલથી આભાર. મને તાવ હતો અને હું બિલકુલ સારું અનુભવી રહી નહોતી. મારી મિત્રએ પોતાની પાડોશીને આ વાત કરી અને તેમણે મારું મન પ્રસન્ન કરવા માટે મારાં મનપસંદ કઢી-ચાવલ મોકલ્યાં. દયા અને પોતીકાપણું બતાવતા આ નાનકડા કાર્યની યાદ હંમેશાં મારી સાથે રહેશે. પંજાબી આતિથ્ય શ્રેષ્ઠ કેમ કહેવાય છે એની પાછળ આ પણ એક કારણ છે. જો તમે પૅરિસમાં હો તો આ સ્વાદનો અનુભવ જરૂર કરજો.’
પ્રીતિ ઝિન્ટાએ પાર્ટનર્સ ઇન ક્રાઇમ સાથે ઊજવી રક્ષાબંધન
ADVERTISEMENT
ગઈ કાલે આખા દેશમાં રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે પ્રીતિ ઝિન્ટાએ પણ તેના સેલિબ્રેશનની તસવીરો ચાહકો સાથે શૅર કરી. તસવીરોમાં તે પોતાના ભાઈઓ સાથે તહેવારની ખુશીઓ માણતી જોવા મળે છે. એક તસવીરમાં પ્રીતિ પરંપરાગત તિલકની વિધિ નિભાવતી નજરે પડે છે, જ્યારે અન્ય તસવીરોમાં ભાઈઓ સાથેની પ્રેમાળ અને યાદગાર પળો કેદ થઈ છે. આ તસવીરોની કૅપ્શનમાં પ્રીતિએ ભાઈઓને પ્રેમથી ‘પાર્ટનર્સ ઇન ક્રાઇમ’ કહીને તેમની વચ્ચેના સંબંધની ખાસિયતની અભિવ્યક્તિ કરી છે.
રક્ષાબંધનના કાર્યક્રમમાં સેલિના જેટલીના ડીપ-નેક બ્લાઉઝનો વિવાદ
ઍક્ટ્રેસ સેલિના જેટલી ગઈ કાલે રક્ષાબંધનની ઉજવણીના એક કાર્યક્રમમાં હાજર રહી હતી. આ અવસર પર તેણે ફૂલોની ડિઝાઇનવાળી સાડી સાથે લાલ રંગનું ડીપ-નેક બ્લાઉઝ પહેર્યું હતું. તેના આ બોલ્ડ લુકને લઈને હવે સોશ્યલ મીડિયા પર ચર્ચા શરૂ થઈ ગઈ છે અને રક્ષાબંધનના કાર્યક્રમમાં આવું ડ્રેસિંગ કરવા બદલ કેટલાક લોકોએ તેને ટ્રોલ પણ કરી છે. આ વિવાદ એવા સમયે સામે આવ્યો છે જ્યારે ક્રિતી સૅનન પોતાના પરિધાનને લઈને વિવાદોમાં રહી હતી. હવે કેટલાક લોકોએ સેલિનાના રક્ષાબંધન લુકને હિન્દુ પરંપરા અને સાંસ્કૃતિક લાગણીઓ સાથે જોડીને ટીકા કરી છે.
રણબીર કપૂર સાથેની બાળપણની તસવીર કરી શૅર કરીને રિદ્ધિમાએ રક્ષાબંધનની શુભેચ્છા આપી
રણબીર કપૂર અને બહેન રિદ્ધિમા કપૂર સાહની એકબીજાની બહુ નજીક છે. આ વર્ષે રક્ષાબંધન નિમિત્તે રિદ્ધિમાએ રણબીર સાથેની બાળપણની એક રૅર તસવીર શૅર કરીને જૂની યાદોને જીવંત કરી. આ તસવીર સાથે પ્રેમભરી કૅપ્શનમાં રિદ્ધિમાએ લખ્યું હતું કે ‘હૅપી રક્ષાબંધન, આઇ લવ યુ’. રણબીર અને રિદ્ધિમા હંમેશાં પોતાના ગાઢ સંબંધ વિશે જાહેરમાં વાત કરતાં આવ્યાં છે અને આ પોસ્ટે ફરી એક વાર તેમના ખાસ બંધનની ઝલક આપી.
