રવિવારે ડૉક્ટરોએ તેમને ઘરે લઈ જવાની સલાહ આપી હતી, પણ અચાનક તેમનું અવસાન થયું હતું.
પ્રેમ સાગર
ફિલ્મસર્જક રામાનંદ સાગરના પુત્ર અને નિર્માતા શિવસાગરના પિતા પ્રોડ્યુસર પ્રેમ સાગરનું ૮૪ વર્ષની વયે રવિવારે સવારે ૧૦ વાગ્યે બ્રીચ કૅન્ડી હૉસ્પિટલમાં અવસાન થયું છે. તેઓ થોડા સમયથી અસ્વસ્થ હતા એને કારણે તેમને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. રવિવારે ડૉક્ટરોએ તેમને ઘરે લઈ જવાની સલાહ આપી હતી, પણ અચાનક તેમનું અવસાન થયું હતું.

