નાશિકની મીઠાઈની એક દુકાનમાં ગોલ્ડન મોદક એની કિંમતને કારણે સોશ્યલ મીડિયામાં વાઇરલ
ગોલ્ડન મોદક
ચોતરફ ગણેશોત્સવની ધૂમ છે અને લંબોદરને પ્રિય મોદક અને લાડુની જાતજાતની વરાઇટીઓ માર્કેટમાં મળી રહી છે ત્યારે નાશિકની મીઠાઈની એક દુકાનમાં ગોલ્ડન મોદક વેચાઈ રહ્યા છે. એની કિંમતને કારણે સોશ્યલ મીડિયામાં એ વાઇરલ થઈ રહ્યા છે. આ મોદક ૨૦,૦૦૦ રૂપિયે કિલો છે. આ મોદક ટ્રેડિશનલ હોવા ઉપરાંત એની સજાવટ ખાઈ શકાય એવા ગોલ્ડથી કરવામાં આવી છે જેને કારણે એ હાઈ-એન્ડ સ્વીટ બની ગઈ છે.

