Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > અમિતાભ બચ્ચન કરતાં પણ મને કેટલીક ફિલ્મોમાં અસરાનીનું કામ સારું લાગ્યું છે

અમિતાભ બચ્ચન કરતાં પણ મને કેટલીક ફિલ્મોમાં અસરાનીનું કામ સારું લાગ્યું છે

Published : 31 March, 2026 10:05 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પ્રિયદર્શને કહ્યું કે હું ભાગ્યશાળી છું કે મને દિવંગત ઍક્ટર સાથે કામ કરવાનો મોકો મળ્યો

પ્રિયદર્શન અને અસરાનીની ફાઇલ તસવીર

પ્રિયદર્શન અને અસરાનીની ફાઇલ તસવીર


ફિલ્મમેકર પ્રિયદર્શનની ફિલ્મ ‘ભૂત બંગલા’ થિયેટર્સમાં રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં અક્ષય કુમાર, વામિકા ગબ્બી અને રાજપાલ યાદવ સાથે અસરાની જેવા કલાકારો પણ જોવા મળશે. હાલમાં એક ઇન્ટરવ્યુમાં અસરાની સાથે પોતાનો કામ કરવાનો અનુભવ જણાવતાં પ્રિયદર્શને કહ્યું હતું કે મને ઘણી વખત એવું લાગ્યું હતું કે કેટલીક ફિલ્મોમાં અસરાનીનું કામ અમિતાભ બચ્ચન કરતાં પણ સારું હતું.

દિગ્ગજ અભિનેતા અસરાનીનું નિધન ૨૦૨૫ની ૨૦ ઑક્ટોબરે થયું હતું. હવે તેમના વિશે પ્રિયદર્શને વાત કરતાં જણાવ્યું હતું કે હું અને અક્ષય બન્ને ભાગ્યશાળી છીએ કે અમને અસરાની સાથે તેમની છેલ્લી બે ફિલ્મો ‘ભૂત બંગલા’ અને ‘હૈવાન’માં કામ કરવાનો મોકો મળ્યો. અસરાની સાથે કામ કરવાના પોતાના અનુભવ વિશે વાત કરતાં પ્રિયદર્શને કહ્યું હતું કે ‘મેં અસરાનીને પ્રથમ વખત ‘મેરે અપને’માં જોયા હતા. ત્યાર બાદ ‘શોલે’માં તેમનો ખાસ રોલ હતો, જ્યારે ‘કોશિશ’માં તેઓ વિલન હતા અને ‘અભિમાન’માં પણ તેમનું કામ શાનદાર હતું. મને લાગે છે કે કેટલીક ફિલ્મોમાં અસરાનીનું કામ અમિતાભ બચ્ચન કરતાં પણ સારું હતું. અસરાની ઑલરાઉન્ડ અભિનેતા હતા. તેમણે ‘ભૂત બંગલા’માં તેમની કૉમિક ટૅલન્ટ બતાવી હતી.’


Whatsapp-channel Whatsapp-channel

31 March, 2026 10:05 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK