અંદાજે ૧૦૦૦ કરોડ રૂપિયાનું બજેટ ધરાવતી એસ.એસ. રાજામૌલીની ફિલ્મના આ શેડ્યુલમાં ઍક્ટ્રેસ સાથે મહેશ બાબુ અને પૃથ્વીરાજ સુકુમારન પણ હશે
પ્રિયંકા ચોપડા
ગ્લોબલ સ્ટાર ઍક્ટ્રેસ પ્રિયંકા ચોપડા ફરી ભારત આવી છે. ભાઈનાં લગ્નમાં હાજરી આપીને પ્રિયંકા થોડા સમય પહેલાં પુત્રી સાથે ન્યુ યૉર્ક પરત ગઈ હતી, પણ હાલ તે પાછી ઓડિશાના ઍરપોર્ટ પર જોવા મળી. અહીં તે ફિલ્મમેકર એસ. એસ. રાજામૌલીના શૂટિંગ માટે આવી છે. રાજામૌલીની આ ફિલ્મના શૂટિંગ માટે ઓડિશામાં વિશાળ સેટ તૈયાર કરવામાં આવ્યો છે.
શૂટિંગ માટે પ્રિયંકા ચોપડા ઓડિશામાં ઊતર્યા બાદ ક્રૂ-મેમ્બર્સ સાથે પોઝ આપતી જોવા મળી હતી. આ સમયે પ્રિયંકાનો લુક કૅઝ્યુઅલ પણ સ્ટાઇલિશ હતો. તેણે બ્લૅક ટૅન્ક ટૉપને લેધર જૅકેટ સાથે પેર કર્યું હતું. આ સાથે તેણે બ્લૅક બેઝબૉલ કૅપ અને બૂટ્સ પહેરવાનું પસંદ કર્યું હતું.
ADVERTISEMENT
અંદાજે ૧૦૦૦ કરોડ રૂપિયાનું બજેટ ધરાવતી ફિલ્મના આ શેડ્યુલમાં મહેશ બાબુ, પૃથ્વીરાજ સુકુમારન અને પ્રિયંકા જોવા મળશે. આ એક ઍડ્વેન્ચર થ્રિલર છે અને એનું શૂટિંગ આ વર્ષે જાન્યુઆરીમાં હૈદરાબાદમાં પૂજાવિધિ સાથે શરૂ થયું હતું.

