Salman Khan New Song Release: ‘બમ બમ ભોલે’ ના ધમાકેદાર બીટ્સ અને સલમાનના સ્ટાઈલિશ ડાન્સે ફેન્સમાં ઉત્સાહ વધાર્યો. સાજિદ નડિયાદવાલાની આગામી ફિલ્મ ‘સિકંદર’ માટે બનાવાયેલા આ ગીતે, ખાસ કરીને હોળી માટે જબરદસ્ત એનર્જેટિક એન્થમ તરીકે પોતાની છાપ છોડી છે.
સલમાન ખાનના નવા ‘બમ બમ ભોલે’ ગીતનું પોસ્ટર
કી હાઇલાઇટ્સ
- ‘બમ બમ ભોલે’ માં સલમાનના ધમાકેદાર ડાન્સે ફેન્સને દિવાના બનાવ્યા
- ‘બમ બમ ભોલે’ બન્યું હોળી 2025નું સેલિબ્રેશન એન્થમ
- જાણો આ ગીત વિશે વધુ
હાલમાં સલમાન ખાનના નવા ગીત ‘બમ બમ ભોલે’ને લઈને ફેન્સમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સાજિદ નડિયાદવાલાની આગામી ફિલ્મ ‘સિકંદર’ માટે બનાવાયેલા આ ગીતે, ખાસ કરીને હોળી માટે જબરદસ્ત એનર્જીથી ભરપૂર એન્થમ તરીકે પોતાની છાપ છોડી છે.
‘બમ બમ ભોલે’ ગીતે મચાવી ધમાલ
‘બમ બમ ભોલે’ ગીત પોતાની ધમાકેદાર બીટ્સ અને રંગીન દૃશ્યો માટે દર્શકોમાં ભારે ક્રેઝ જગાવતું જોવા મળી રહ્યું છે. આ સલમાન ખાનના જબરદસ્ત ડાન્સ મૂવ્સ અને હોળીનો તહેવાર બતાવતા વીઝ્યુઅલ પ્રેઝન્ટેશન અને ગાયક શાન અને દેવ નેગીના સૂરીલા અવાજ સાથે આ ગીતને વધુ ખાસ બનાવી દીધું છે. પ્રીતમના અપબીટ મ્યુઝિક અને સમીરના હૃદયસ્પર્શી લિરિક્સ આ ગીતને દર્શકોનું માટે ફેવરિટ બનાવી દીધું છે.
ADVERTISEMENT
ચાહકોએ કર્યા સલમાનના વખાણ
સલમાન ખાનના ફેન્સે ‘બમ બમ ભોલે’ ગીતને લઈ સોશિયલ મીડિયા પર આનંદ અને ઉત્સાહ વ્યક્ત કર્યો છે. ઘણા ફેન્સે તો કહ્યું કે, “આ જ તો સલમાન ખાનની ખાસિયત છે, તે હંમેશા આખા ભારતને સાથે લઈને આગળ વધે છે.” ફેન્સના મતે સલમાન ખાન માત્ર એક સ્ટાર જ નહીં, પરંતુ એક એવી હસ્તી છે જે વિવિધ સંસ્કૃતિઓ અને ધર્મોને સાથે લઈને આગળ વધે છે. તેની મ્યુઝિકલ ચૉઇસ અને પર્ફોર્મન્સે હંમેશા ભારતની વિવિધ કમ્યુનિટીને એકસાથે લાવવાનો પ્રયાસ કર્યો છે. સલમાન ખાનની લોકપ્રિયતા ફક્ત બૉલિવૂડ સુધી જ સીમિત નથી રહી, તેણે પોતાના ગ્લોબલ આઈકૉન અને મનમોહક અંદાજથી ફૅન્સના દિલમાં એક ખાસ જગ્યા બનાવી છે. ફૅન્સી કમેન્ટ્સ અને પોસ્ટ્સમાં સ્પષ્ટ દેખાઈ આવે છે કે સલમાનની પર્સનાલિટી અને તેના ગીતની વાઈબ લોકોને ખૂબ જ પસંદ આવી રહી છે. ફૅન્સનું માનવું છે કે સલમાન ફક્ત એક સ્ટાર જ નહીં, પણ એવી વ્યક્તિ છે જે દરેકના દિલમાં છાપ છોડી જાય છે. " ભાઈજાનની આ જ તો ખાસિયત છે, એ હાથ જોડીને નમસ્તે પણ કરે છે અને હાથ ઉઠાવીને સલામ પણ કરે છે... એ સલમાન ખાન છે, જે સમગ્ર ભારતને સાથે લઈને ચાલે છે", સોશિયલ મીડિયા યુઝર્સે આવી ઘણી કમેન્ટ્સ શૅર કરી હતી.
‘સિકંદર’ની રિલીઝ માટે ફેન્સમાં આતુરતા
‘બમ બમ ભોલે’ ગીતની સાથે ફિલ્મ ‘સિકંદર’ પણ ચર્ચામાં છે. એ.આર. મુરુગદાસના દિગ્દર્શન હેઠળ બનેલી આ ફિલ્મ સાજિદ નડિયાદવાલા દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી છે. આ ફિલ્મમાં સલમાન ખાન સાથે રશ્મિકા મંદાના અને કાજલ અગ્રવાલ મહત્ત્વની ભૂમિકામાં જોવા મળશે. ‘સિકંદર’ આ વર્ષની ઈદ (2025) પર થિયેટર્સમાં રિલીઝ થવાની છે. ફેન્સ હવે આ ફિલ્મ અને તેમાં સમાવિષ્ટ વધુ ગીતો માટે આતુર છે.

