પ્રિયંકા ચોપડાએ મેટ ગાલા 2025માં પતિ નિક જોનસ સાથે હાજરી આપી હતી. જોકે આ ફંક્શનમાં તેનું ડ્રેસિંગ સતત ‘ડૉન’ ફિલ્મ સાથે સંકળાયેલી યાદગીરીને હાઇલાઇટ કરતું હતું. પ્રિયંકાએ મેઇન ઇવેન્ટમાં બ્લૅક ડૉટવાળો રેટ્રો લુક આપતો વાઇટ ડિઝાઇનર ડ્રેસ પહર્યો.
પ્રિયંકાએ મેટ ગાલાની આફ્ટર-પાર્ટીમાં ગ્લિટરિંગ ડાયમન્ડ મિની ડ્રેસ પહેર્યો
પ્રિયંકા ચોપડાએ મેટ ગાલા 2025માં પતિ નિક જોનસ સાથે હાજરી આપી હતી. જોકે આ ફંક્શનમાં તેનું ડ્રેસિંગ સતત ‘ડૉન’ ફિલ્મ સાથે સંકળાયેલી યાદગીરીને હાઇલાઇટ કરતું હતું. પ્રિયંકાએ મેઇન ઇવેન્ટમાં બ્લૅક ડૉટવાળો રેટ્રો લુક આપતો વાઇટ ડિઝાઇનર ડ્રેસ પહેરવાનું પસંદ કર્યું હતું જે તેણે શાહરુખ સાથે ૨૦૦૭માં દિલ્હીની એક પોલો ઇવેન્ટમાં પહેરલા આઉટફિટ સાથે બહુ સામ્ય ધરાવતો હતો.
એ પછી પ્રિયંકાએ મેટ ગાલાની આફ્ટર-પાર્ટીમાં ગ્લિટરિંગ ડાયમન્ડ મિની ડ્રેસ પહેર્યો હતો જેને જોઈને ફૅન્સને તરત જ ‘ડૉન’ ફિલ્મના તેના ગીત ‘આજ કી રાત’નું ડ્રેસિંગ યાદ આવી ગયું હતું, કારણ કે પ્રિયંકાએ એ ગીતમાં એવો જ ગ્લિટરિંગ સિલ્વર મિની ડ્રેસ પહેર્યો હતો.

