હેડ્સ ઑફ સ્ટેટ, ઠગ લાઇફ અને કાલીધર લાપતા- ક્યારે અને ક્યાં રીલીઝ થશે? તે જાણી લો અહીં
હેડ્સ ઑફ સ્ટેટ, ઠગ લાઇફ, કાલીધર લાપતા
હેડ્સ ઑફ સ્ટેટ
OTT પ્લૅટફૉર્મ - પ્રાઇમ વિડિયો,
૨ જુલાઈ
ADVERTISEMENT
પ્રિયંકા ચોપડા ફરી એક વાર ધમાકેદાર ઍક્શન સાથે OTTના પડદે પરત ફરી રહી છે. ‘હેડ્સ ઑફ સ્ટેટ’માં તે ઍક્શન અને કૉમેડી કરતી જોવા મળે છે. આ ફિલ્મમાં પ્રિયંકા ફાસ્ટ અને કુશળ એજન્ટ નોએલ બિસેટના રોલમાં છે અને તે વિશ્વની શાંતિને જોખમમાં મૂકતા એક ષડ્યંત્રને અટકાવવાના પ્રોજેક્ટમાં કાર્યરત છે.
ઠગ લાઇફ
OTT પ્લૅટફૉર્મ - નેટફ્લિક્સ,
૩ જુલાઈ
આ ફિલ્મની વાર્તા વિશ્વાસઘાત, ખૂન-ખરાબા અને ક્રૂર સત્તા-પરિવર્તનની છે. કમલ હાસને આમાં રંગરાયા શક્તિવેલની ભૂમિકા ભજવી છે જે એક ખૂંખાર માફિયા-ડૉન છે. જેમ-જેમ શક્તિવેલ બદલો લેવા આગળ વધે છે એમ તેને પોતાના ભૂતકાળનો પણ સામનો કરવો પડે છે. ફિલ્મમાં સિલમ્બરાસન, ત્રિશા કૃષ્ણન અને અલી ફઝલ પણ છે.
કાલીધર લાપતા
OTT પ્લૅટફૉર્મ - ઝી5,
૪ જુલાઈ
આ ફિલ્મમાં અભિષેક બચ્ચન લીડ રોલમાં છે. આ એક ભાવનાત્મક ડ્રામા છે. આ એક એવી વ્યક્તિની વાર્તા છે જેના જીવનમાં ત્યાગ, યાદશક્તિ અને મહાકુંભ મેળામાં પારિવારિક વિશ્વાસઘાતને કારણે ઊથલપાથલ થઈ જાય છે. મધુમિતાના ડિરેક્શનમાં બનેલી આ ફિલ્મ તામિલ ડ્રામા ‘કેડી’ની હિન્દી રીમેક છે. આમાં મોહમ્મદ ઝીશાન અય્યુબ અને નિમ્રત કૌર પણ છે.

