પ્રિયંકા લગ્ન થયાં એ પછી પોતાનાં સાસુ ડેનિસ મિલર-જોનસની બહુ નજીક છે અને તે અવારનવાર પોતાની દીકરી માલતી મેરીના દાદી સાથેના પારિવારિક આઉટિંગની તસવીરો સોશ્યલ મીડિયામાં શૅર પણ કરે છે.
પ્રિયંકા ચોપડા
પ્રિયંકા ચોપડા જેટલી સારી ઍક્ટ્રેસ છે એટલી જ સારી રીતે ઘરને સંભાળે છે. હાલમાં તેણે એક ઇન્ટરવ્યુમાં પોતાના ઘર સંભાળવાનો અનુભવ શૅર કર્યો હતો અને કહ્યું હતું કે ‘હું ઘરનાં ઘણાં કામ કરી શકું છું. જોકે ઘરનું એક કામ એવું છે જે મને કરવાનું બિલકુલ ગમતું નથી અને એ કામ છે કપડાં ધોવાનું. મને એ ખૂબ અઘરું લાગે છે. હું હંમેશાં આ કામ કોઈ બીજા પાસે કરાવવાની વેતરણમાં રહું છું. હું મોટા ભાગે આ કામ કરવા માટે મારાં સાસુને મનાવી લઉં છું.’
પ્રિયંકા લગ્ન થયાં એ પછી પોતાનાં સાસુ ડેનિસ મિલર-જોનસની બહુ નજીક છે અને તે અવારનવાર પોતાની દીકરી માલતી મેરીના દાદી સાથેના પારિવારિક આઉટિંગની તસવીરો સોશ્યલ મીડિયામાં શૅર પણ કરે છે.