ઇન્ડિયા હાઉસના પરિસરમાં આયોજિત સમારોહમાં બ્રિટનમાં ભારતીય હાઈ કમિશનર વિક્રમ દોરાઇસ્વામીએ ટીમની પ્રશંસા કરી હતી
નાનાં બાળકોએ રાષ્ટ્રધ્વજ સાથે ટીમ ઇન્ડિયાનું સ્વાગત કર્યું હતું.
લિમિડેટ ઓવર્સની સિરીઝ રમવા માટે ઇંગ્લૅન્ડ-ટૂર પર ગયેલી ભારતીય વિમેન્સ ક્રિકેટ ટીમનું લંડનના ઇન્ડિયા હાઉસ ખાતે એક સમારોહમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ભારતના રાષ્ટ્રધ્વજ સાથે બાળકોએ હેડ કોચ અમોલ મજુમદારની આગેવાની હેઠળના સપોર્ટ સ્ટાફનું સ્વાગત કર્યું હતું. પાંચ મૅચની T20 સિરીઝમાં ભારત હાલમાં ઇંગ્લૅન્ડ સામે ૨-૧થી આગળ છે.
ઇન્ડિયા હાઉસના પરિસરમાં આયોજિત સમારોહમાં બ્રિટનમાં ભારતીય હાઈ કમિશનર વિક્રમ દોરાઇસ્વામીએ ટીમની પ્રશંસા કરી હતી. ઑલરાઉન્ડર જેમિમા રૉડ્રિગ્સે ફિલ્મ શોલેનું ગીત ‘યે દોસ્તી હમ નહીં તોડેંગે’ ગાઈને દર્શકોને મંત્રમુગ્ધ કર્યા હતા, જ્યારે વાઇસ-કૅપ્ટન સ્મૃતિ માન્ધનાએ સિરીઝની બાકીની મૅચો જોવા માટે સ્ટેડિયમમાં આવવાની અપીલ કરી હતી.

